રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

ભોપાનગર ફાટક પર ટ્રાફિક જામ: બ્રિજ અને રોડની કામગીરી ધીમી પડતાં વાહનચાલકો પરેશાન

ભોપાનગર ફાટક પર ટ્રાફિક જામ: બ્રિજ અને રોડની કામગીરી ધીમી પડતાં વાહનચાલકો પરેશાન

ઊડતી ધૂળ અને ચોમેર ખાડા રાજથી હાલાકી,માર્ગ અકસ્માતની સતત દહેશત

  બનાસકાંઠા જિલ્લાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વના હાઇવે પર ડીસાના ભોપાનગર ફાટક નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ તથા ડીસાથી જુનાડીસા સુધીના 8 માર્ગીય રોડની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.જેમાં યોગ્ય આયોજનના અભાવે રોજિંદા ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. દિવસ દરમિયાન અવારનવાર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગતાં વાહન ચાલકો, સ્થાનિક મુસાફરો અને રહીશો ભારે હાડમારી ભોગવી રહ્યા છે.

70.jpg 206.84 KB
ભોપાનગર ફાટક અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી અહીંથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. રેલવેની ડબલ લાઇન હોવાથી ખાસ કરીને માલ ગાડીઓની અવરજવર વધુ રહે છે અને ઘણી વખત તો બે માલ ગાડીઓ એક સાથે પસાર થતાં ફાટક લાંબા સમય સુધી બંધ રહે છે. બીજી તરફ હાઇવે પર રેતી ભરેલા ભારે ટ્રકો અને ટ્રેલરોની સતત અવરજવરથી ટ્રાફિકની સ્થિતિ વધુ વણસે છે. ફાટક બંધ થતાં નોકરીયાતો, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ,મુસાફરો ઉપરાંત એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ ટ્રાફિકમાં અટવાઈ પડે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓવરબ્રિજની સાથે રોડનું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ડાયવર્ઝન માર્ગ પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ ખાડાઓ પૂરવામાં ન આવતા ઉબડખાબડ રસ્તા અને ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત છે. એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ રોડનું કામ ઝડપથી પૂર્ણ ન થતાં માર્ગ પર અકસ્માતનો ભય પણ સતત રહે છે. સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ તંત્ર દ્વારા તાત્કાલિક ગંભીરતા દાખવી કામગીરીમાં ઝડપ લાવી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત આપવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર