મોડાસામાં બાયપાસ પર આવેલ પેલેટ ચોકડી પાસેથી ભેંસો ભરીને પસાર થઈ રહેલી ટ્રકનો લોકોએ પીછો કરીને ઝડપી ટ્રક ચાલક સહિત ત્રણ શખ્સોને રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે 35 હજારની 7 ભેંસો અને ટ્રક સહિત 5.35 લાખનો મુદ્દામાલ કબજે લઈ કતલખાને લઈ જવાના ઇરાદેથી ટ્રકમાં મરણતોલ હાલતમાં રાખવામાં આવેલી ભેંસોને ઈડર પાંજરાપોળમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. પેલેટ ચોકડી પર ટ્રક નં. જીજે 31 T 2830ને જાગૃત નાગરિકોએ અટકાવી ટ્રકમાં રસ્સી વડે ખીચોખીચ હાલતમાં બાંધેલી ભેંસો દેખાતાં લોકોએ ટ્રક ચાલક સહિત અન્ય બે શખ્સોને અટકાવ્યા હતા. જાગૃત નાગરિકોએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રકની તલાશી લેતાં તેમાં કતલખાને લઈ જવાના ઇરાદે ઘાસચારો કે પાણી વગર રસ્સીથી બાંધી રાખવામાં આવેલી 35હજારની 7 ભેંસ મળી હતી. આ ઘટનામાં લોકોએ એક શખ્સને મેથીપાક ચખાડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.પોલીસે આરોપી મૌશિક અયુબભાઈ મુલતાની, અરબાજ આઝાદભાઈ વણઝારા મુલતાની તેમજ અરબાજ યુસુબ મુલતાની તમામ રહે. ચાંદ ટેકરી મોડાસાવિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ખીચોખીચ હાલતમાં બાંધેલી ભેંસો દેખાતાં ટ્રક ચાલક સહિત ત્રણ શખ્સોને રૂરલ પોલીસના હવાલે કર્યા

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
6 દિવસ પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
1 અઠવાડિયા પહેલા
