રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ સહિત જિલ્લામાં ઇદે મિલાદુન્નબીનીના જુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા

પાટણ સહિત જિલ્લામાં ઇદે મિલાદુન્નબીનીના જુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા

કોમી એકતા સાથે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી

હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા હતા. આ ઉજવણી દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમી, સિદ્ધપુર, રાધનપુર,વારાહી, સિધાડા,સાંતલપુર,વડાવલી, ટાકોદી અને કાકોશી સહિતના વિસ્તારોમાં પણ ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.વહેલી સવારે મસ્જિદોમાં મિલાદ શરીફ અને સલાતો-સલામ પઢવામાં આવ્યા હતા.ત્યારબાદ બાલ મુબારક અને કદમ મુબારકના દર્શન યોજાયા હતા. સમગ્ર વિશ્વને સદભાવના, એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફાસાહેબ (સ.અ.વ.)ના જન્મદિન નિમિત્તે આયોજન કરાયું હતું.

53.jpg 152.58 KB
પાટણમાં ઇકબાલચોક યંગ કમિટી દ્વારા ઇકબાલચોક ખાતેથી પરંપરાગત રીતે ભવ્ય જુલૂસ શહેરના રાજમાર્ગો પર નીકળ્યું હતું.આ જુલૂસમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના જુલૂસ પણ જોડાયા હતા."સરકાર કીઆમદ મરહબા", "નારા એ તકબીર અલ્લાહો અકબર",નારા એ રીસાલત યા રસુલ્લાહ" અને "નારાએહૈદરી યા અલી" જેવા નારા ગુંજી ઉઠ્યા હતા.જુલૂસ ટાંકવાડા 4 રસ્તા, મુલ્લાવાડ, લોટેશ્વર ચોક, પીંડારીયાવાડા, પીંજારકોટ, હજરત ગંજશહીદપીરની દરગાહ, બુકડી અને પાંચપાડા થઈને પરત ફર્યું હતું.જુલૂસમાં ગુંબદે ખિજરા અને મસ્જિદે નબવીની કલાકૃતિવાળી ભવ્ય પ્રતિકૃતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 લોકોએ આ પ્રતિકૃતિઓના દર્શન કર્યા હતા.જુલૂસમાં સામેલ લોકો હાથમાં ઝંડાઓ સાથે જોડાયા હતા, જ્યારે ઊંટલારીઓમાં સવાર નાના બાળકો પણ હાથમાં ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. જુલૂસના માર્ગ પર ઠેર ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ગુંબદે ખિજરા ઉપર પુષ્પવર્ષા કરી હતી.શહેરના મોટા ટાંકવાડા પાસે હિન્દુ-મુસ્લિમ રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલૂસનું સ્વાગત કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે દાઉદ કાઝી અને ભૂરા ભાઈ સૈયદે ઇદે મિલાદુન્નબીના જુલૂસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ દુઆ કરાવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર