રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું!

બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં આજે વહેલી સવારે અચાનક જ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સૂર્યોદયની સાથે જ આકાશમાં કાળા વહેતા વાદળો ઘેરાઈ આવ્યા હતા. મે માસની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક સર્જાયેલા ચોમાસા જેવા આ અણધાર્યા માહોલને કારણે સ્થાનિક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને કૃષિ ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે.

બાજરીના તૈયાર પાક પર જોખમ
વર્તમાન સમયમાં ડીસા પંથકના ખેડૂતો ઉનાળુ બાજરી સહિતના વિવિધ પાકની કાપણીમાં રાત-દિવસ એક કરી રહ્યા છે. મોટાભાગના ખેતરોમાં બાજરી કાપીને સુકવવા માટે મૂકવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાકને ખેતરમાંથી ઉપાડીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આવા કટોકટીના સમયે જ જો કમોસમી વરસાદ (માવઠું) પડે, તો ખેતરોમાં પડેલી બાજરી પલળી જાય અને આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.

લોકોમાં આશ્ચર્ય, હવામાન વિભાગનું એલર્ટ
ઉનાળાની સિઝન તેના અંતિમ ચરણોમાં હોય ત્યારે સવારે જોવા મળેલા ઠંડા અને વાદળછાયા વાતાવરણથી ગ્રામ્ય પ્રજામાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વાતાવરણમાં આ પ્રકારના ફેરફાર અને પલટો જળવાઈ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા ખેડૂતો હવે વહેલી તકે પોતાનો તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે દોડધામ કરી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર