રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં વિદેશ જવાની લાલચ ભારે પડી: વસાઈના યુવક પાસેથી ₹64 લાખની લૂંટ

મહેસાણામાં વિદેશ જવાની લાલચ ભારે પડી: વસાઈના યુવક પાસેથી ₹64 લાખની લૂંટ

પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવી એજન્ટના માણસો ફરાર

મહેસાણાના વસાઈમાં વિદેશ જવાના સપના જોતા પરિવારો સાથે છેતરપિંડી અને લૂંટની એક ભયાનક ઘટના સામે આવી છે. પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટે એક પિતા પાસેથી પૂરેપૂરા 64 લાખ રૂપિયા પડાવી લીધા એટલું જ નહીં, પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ રકમ લૂંટી લેવામાં આવી છે. એજન્ટની માયાજાળમાં ફસાયેલા પરિવારે લાખો રૂપિયા ગુમાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં વિદેશ મોકલવાના નામે ચાલતા મોટા રેકેટનો પર્દાફાશ થયો હોય તેમ લાગી રહ્યું છે.

ફરિયાદી બળવંતસિંહ ચાવડાના પુત્ર અને મુકેશ વણઝારા નામના અન્ય એક યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે નિલેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટ સાથે 64 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. આ ડીલ મુજબ, એજન્ટે વિશ્વાસ જીતવા માટે બંને યુવાનોને પહેલા દિલ્હી બોલાવ્યા હતા. જ્યારે યુવાનો દિલ્હી પહોંચ્યા, ત્યારે એજન્ટે વસાઈમાં રહેલા તેમના પરિવાર પાસે પૈસા લેવા માટે પોતાના બે માણસો મોકલ્યા હતા. પરિવારને એમ હતું કે પૈસા આપતા જ તેમના સંતાનો ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. વસાઈમાં જ્યારે એજન્ટ દ્વારા મોકલવામાં આવેલા બે અજાણ્યા શખ્સો પૈસા લેવા પહોંચ્યા, ત્યારે મામલો લોહિયાળ બન્યો હતો. આ શખ્સોએ પોતાની પાસે રહેલું પિસ્તોલ જેવું હથિયાર બતાવીને પરિવારને ડરાવ્યા હતા અને 64 લાખ રૂપિયાની રોકડ રકમ આંચકીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. એક બાજુ પુત્ર દિલ્હીમાં ફસાયેલો હતો અને બીજી બાજુ ઘરેથી લાખો રૂપિયાની લૂંટ થઈ જતા પરિવાર લાચાર બની ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ તપાસનો વિષય બન્યા છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને અનેક લેભાગુ એજન્ટો સક્રિય થયા છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે અજાણ્યા એજન્ટો પર આંધળો વિશ્વાસ મૂકવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે.

 એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ

લૂંટની આ ઘટના બાદ બળવંતસિંહ ચાવડાએ હિંમત દાખવીને વસાઈ પોલીસ સ્ટેશનમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે એજન્ટે કાવતરું ઘડીને જ આ લૂંટ કરાવી હોઈ શકે છે. વિદેશ મોકલવાના બહાને પિસ્તોલની અણીએ લૂંટ ચલાવવાની આ મોડસ ઓપરેન્ડી જોઈને મહેસાણા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને લૂંટારુઓ જે માર્ગે ભાગ્યા હતા ત્યાં નાકાબંધી કરી દીધી છે. ટૂંક સમયમાં મુખ્ય સૂત્રધાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટની ધરપકડ થવાની શક્યતા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર