રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું

ડીસા સર્કિટ હાઉસ ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીને આવેદનપત્ર પાઠવી વહીવટમાં ગેરરીતિની તપાસ તથા લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની રજુઆત કરવામાં આવી 

બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ચાલી રહેલા કથિત ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર સામે શિક્ષકોએ મોરચો ખોલ્યો છે. મંડળી બચાવ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ આજે ડીસા સર્કિટ હાઉસ ખાતે ડીસા વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી પ્રવીણભાઈ માળીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં મુખ્યત્વે મંડળીમાં વર્ષોથી ચાલતા એકહથ્થુ શાસનને ડામીને લોકશાહી ઢબે નિયમિત ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે. મંડળીના સભાસદોના હકોનું હનન થતું હોવાના આક્ષેપો સાથે પેટા નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો, સાચા અહેવાલો જાહેર કરવા તેમજ આર.ટી.આઈ. અંતર્ગત માહિતી મેળવવા કોર્ટના સહારે કેમ જવું પડ્યું તેવા ગંભીર મુદ્દાઓની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઈ છે. આ મામલે રાજ્યના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સુધી રજૂઆત પહોંચાડવા પણ  ધારાસભ્ય મંત્રીને અનુરોધ કરવામાં આવ્યો હતો.

 સંઘર્ષ સમિતિ દ્વારા આગામી સમયમાં જિલ્લાના અન્ય ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવાની રણનીતિ ઘડવામાં આવી છે. જો આગામી 15 સપ્ટેમ્બર સુધી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો જિલ્લા રજીસ્ટ્રાર કચેરી સમક્ષ અચોક્કસ મુદતના ધરણાં અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર