રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરદાર કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કર્યું શાનદાર પ્રદર્શન

સરદાર કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કર્યું શાનદાર પ્રદર્શન
સરદાર કૃષિ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. જુનાગઢ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં કુલ 15 યુનિવર્સિટીઓના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીની ટીમે ક્રિકેટ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાન અને વોલીબોલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ સિદ્ધિ માટે કુલપતિ ડો. આર. એમ. ચૌહાણે તમામ ખેલાડીઓ અને વિદ્યાર્થી કલ્યાણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ મહોત્સવમાં સરદાર કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા બદલ વિદ્યાર્થી કલ્યાણ વિભાગના નિયામક અને તેમની ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે સફળતા મેળવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર