રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસાના કુંપટ-માલગઢ સીમમાં બનાસ નદીના પટમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

ડીસાના કુંપટ-માલગઢ સીમમાં બનાસ નદીના પટમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

ડીસા તાલુકાના કુંપટ-માલગઢ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ડીસા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.​મળતી માહિતી મુજબ, પ્રકાશભાઈ રમેશજી માજીરાણા નામના યુવક છેલ્લા ચાર દિવસથી ભેદી સંજોગોમાં પોતાના ઘરેથી ગુમ થયા હતા. પરિવારે તેમની તમામ શક્ય જગ્યાઓએ સગા-સંબંધીઓમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં આખરે ડીસા તાલુકા પોલીસ મથકે ગુમ થયા અંગેની લેખિત અરજી આપી હતી.

​દરમિયાન આજે કુંપટ-માલગઢ ગામની સીમમાં બનાસ નદીના પટમાંથી પ્રકાશભાઈનો મૃતદેહ મળી આવતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતકના ભાઈએ ભારે હૈયે જણાવ્યું હતું કે, "પ્રકાશભાઈ છેલ્લા ચાર દિવસથી ઘરેથી ગુમ હતા. અમે તમામ જગ્યાએ શોધખોળ કરી પણ ક્યાંય પતો ન મળતાં તાલુકા પોલીસ મથકે અરજી આપી હતી. આજે બનાસ નદીના પટમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં અમે ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છીએ. પોલીસ આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરે તેવી અમારી માંગ છે."

​ઘટનાની જાણ થતાં જ ડીસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. યુવકના અકસ્માતે ડૂબી જવાથી મોત થયું છે કે પછી અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા આગળની વધુ તપાસ શરુ કરી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર