રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ3 જૂન, 2026| Super Admin

પાટણના દેવ દર્શન કોમ્પલેક્ષમાં તસ્કરોનો આતંક: એકસાથે ચાર દુકાનોના તાળા તૂટ્યા

પાટણના દેવ દર્શન કોમ્પલેક્ષમાં તસ્કરોનો આતંક: એકસાથે ચાર દુકાનોના તાળા તૂટ્યા

તસ્કરો રોકડ રકમ સહિત ગેરેજનો માલસામાન ઉઠાવી ફરાર થયા

પોલીસ તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલિયમ સધન બનાવવાની સાથે તસ્કરોને ઝડપી કડક કાર્યવાહી કરવા વેપારીઓની માંગ

પાટણ શહેરના દેવ દર્શન કોમ્પલેક્ષમા ગતરાત્રે તસ્કરોએ અંધારાનો લાભ ઉઠાવી એકી સાથે ચાર ઓટો ગેરેજને નિશાન બનાવી રૂ. 500 ની રોકડ સહિત વાહનો રિપેરિંગના સાધનોની તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના બનતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવી તસ્કરીના બનાવને અંજામ આપનાર તસ્કરોને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઉઠવા પામી છે. 

પાટણ શહેરમાં ભર ઉનાળે તસ્કરોનો આતંક શરૂ થયો હોય તેવી પ્રતિતી સાથે ગતરાત્રે પાટણ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના દેવ દર્શન કોમ્પલેક્ષમાં બંધ લાઈટોનો લાભ ઉઠાવી કેટલાક અજાણ્યા તસ્કરોએ એકી સાથે ચાર ગેરેજની દુકાનોના તાળા તોડી ઓટો ગેરેજ માથી રોકડ રકમ રૂ. 500 સહિત સ્પેર પાટૅસના માલસામાનની ચોરી કરી પલાયન થઈ જતાં પોલીસને પડકાર ફેંક્યો છે. આ ચોરીની ધટના પગલે દેવદર્શન કોમ્પલેક્ષના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ કોમ્પલેક્ષમા સ્ટ્રીટ લાઈટના અભાવે અને અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવાની માગ સાથે પાલિકા તંત્ર દ્વારા વિસ્તારની બંધ સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ધોરણે ચા કરાવી તસ્કરીને અંજામ આપનાર અસામાજિક તત્વોને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વેપારીઓ કરી રહ્યા છે. શહેરના દેવ દર્શન કોમ્પલેક્ષમાં એક જ રાતમાં ચાર - ચાર ઓટો ગેરેજના તાળા તુટવાની ધટનાને લઈ પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર