રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસામાં તસ્કરોનો આતંક: AC પાઇપોની ચોરીથી વેપારીઓમાં રોષ

ડીસામાં તસ્કરોનો આતંક: AC પાઇપોની ચોરીથી વેપારીઓમાં રોષ

તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ: તાત્કાલિક ચોરને ઝડપી પાડવા સ્થાનિક વેપારીઓની માંગ

ડીસા શહેરના અત્યંત ભરચક અને મુખ્ય વિસ્તાર ગણાતા જૂની કોર્ટ સામે આવેલા પંચરત્ન શોપિંગ સેન્ટરમાં અવારનવાર એસી (AC) ની કોપર પાઇપોની ચોરી થવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તસ્કરોના આ ઉપદ્રવથી વેપારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

​મળતી માહિતી મુજબ, ડીસા જૂની કોર્ટ સામે આવેલા શોપિંગ સેન્ટરમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા તસ્કરો દ્વારા દુકાનોની બહાર લાગેલા એસીના આઉટડોર યુનિટમાંથી કિંમતી કોપર પાઇપો કાપીને ચોરી જવાની ઘટનાઓ બની રહી છે.જેમાં ગતરોજ પંચરત્ન જ્વેલર્ષ અને જલારામ જ્વેલર્ષના એસીની કોપર પાઇપો ચોરી થવા પામી છે. જોકે વારંવાર થતી આ ચોરીઓના કારણે વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

​તાજેતરમાં બનેલી ચોરીની ઘટના દરમિયાન એક ઈસમ એસીની પાઇપ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયો છે. સીસીટીવી ફૂટેજમાં ચોર ઈસમ બિંદાસપણે પાઇપ કાપીને ફરાર થતો નજરે પડે છે. ફૂટેજ સામે આવ્યા બાદ વેપારીઓએ પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે, આ સીસીટીવીના આધારે ચોર ઈસમની ઓળખ કરી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.​ભરચક વિસ્તારમાં જ નાઇટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પંચરત્ન શોપિંગના વેપારીઓ આક્રોશ સાથે માંગ કરી રહ્યા છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર