રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો

ડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો

​રૂ. ૫.૩૦ લાખથી વધુની કિંમતના ૩૩ મોબાઈલ અને ૧ બાઈક મૂળ માલિકોને પરત સોંપાયા​

બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડના ડીસા વિભાગના દ્વિ-વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ડીસા ખાતે એક વિશેષ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોની ગુમાવેલી કે ચોરાયેલી મિલકતો શોધીને મૂળ માલિકોને પરત સોંપવાના આ કાર્યક્રમમાં પોલીસે સફળતાપૂર્વક મેળવેલો મુદ્દામાલ પ્રજાજનોને અર્પણ કર્યો હતો.પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સી-ટ્રેસ પોર્ટલ તેમજ સઘન તપાસના આધારે શોધવામાં આવેલા કુલ ૩૩ મોબાઈલ ફોન અને ૧ મોટરસાઈકલ મળીને રૂ. ૫,૩૦,૪૯૫/- ની મત્તાનો મુદ્દામાલ તેના સાચા માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોતાની ગુમાવેલી કિંમતી વસ્તુઓ અને વાહન પરત મળતાં નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આઈ.જી.પી.  પરિક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાજનોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને અને કાયદો- વ્યવસ્થા જાળવવામાં પોલીસને સક્રિય લોકસહયોગ મળતો રહે તે છે આ કાર્યક્રમમાં બનાસકાંઠા રેન્જ આઈ.જી.  પરિક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ડીસા ડી.વાય.એસ.પી. સી. એલ. સોલંકી, ડીસાના ત્રણેય પોલીસ મથકના પી.આઈ. તથા પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર