રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ16 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ

પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ
સ્વદેશી શબ્દ માત્ર એક ઉત્પાદન નહીં પરંતુ દેશની મહેનત,કારીગરી,પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક છે: જિ.પં. પ્રમુખ તા.૧૬ થી ૨૨ ફેબ્રુઆરી સુધી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપતો મેળો ખુલ્લો રહેશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)ના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા દ્વારા તા.16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આયોજિત સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટિવલ) નો ભવ્ય શુભારંભ પાટણના પ્રગતિ મેદાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખે જણાવ્યું હતું કે, સ્વદેશી મેળો માત્ર વેપારનો અવસર નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવતું મજબૂત પગલું છે. “સ્વદેશી” શબ્દ માત્ર એક ઉત્પાદન નહીં પરંતુ દેશની મહેનત, કારીગરી, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક છે. મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવી દેશને મજબૂત બનાવવા સંદેશ આપ્યો હતો. અને પાટણ નગરપાલિકા તે જ વિચારધારાને આગળ ધપાવી રહી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,આ મેળા દ્વારા સ્થાનિક વેપારીઓ, હસ્તકલાકારો, નાના ઉદ્યોગકારો તથા મહિલા ઉદ્યમીઓને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે. સ્થાનિક ખરીદી અને રોજગારીમાં વધારો થવાથી આર્થિક પ્રવાહ મજબૂત બનશે અને પાટણ શહેરની પ્રગતિને નવી દિશા મળશે તેઓએ પાટણના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સ્વદેશી મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી દ્વારા સ્વદેશી ભાવનાને મજબૂત બનાવે. આપણો એક નિર્ણય અનેક પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું. મેળામાં વિવિધ સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત વાનગીઓ તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના અંદાજે 50 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે,જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર,ચીફ ઓફિસર શ્રીમતી હિરલબેન ઠાકર, સંગઠનના હોદ્દેદારો,નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વસહાય જૂથોની બહેનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર