રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ2 મે, 2026| Super Admin

સુઈગામ પોલીસ એક્શનમાં: યુવકના અપહરણ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

સુઈગામ પોલીસ એક્શનમાં: યુવકના અપહરણ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

વાવ થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખ્સોએ ફિલ્મી ઢબે યુવકનું રસ્તામાં આંતરીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે​. મળતી માહિતી અનુસાર ફરિયાદી લાલજીભાઈ કલાભાઈ આસલ રહે. ખડોલ, તા.સુઈગામના જણાવ્યા અનુસાર, તેમનો દીકરો હિતેશભાઈ તેના મિત્ર હિતેશભાઈ પટેલ સાથે તા.૨૯/૦૪/૨૦૨૬ ના  સવારે એક્ટિવા લઈને ભાભર તરફ જઈ રહ્યા હતો. તે દરમિયાન એટા ચોકડી પાસે એક સિલ્વર કલરની બલેનો ગાડી જીજે.06.પીકે. 6880 માં આવેલા ત્રણ શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.આ શખ્સોએ હિતેશને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. અને તેના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જે બાબતને લઈને ફરિયાદના જણાવ્યા મુજબ, હિતેશને ગામના જ એક પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો.જેને લઈને અગાઉ આ બાબતે સામાજિક રીતે સમાધાન  પણ થઈ ગયું હતું. તેમ છતાં સામા પક્ષે મનમાં વેરઝેર રાખીને આ પૂર્વ આયોજિત કાવતરું ઘડી અપહરણને અંજામ આપ્યો હતો.

જેમાં ૧ જગદીશભાઈ ધર્મશીભાઈ સોલંકી રહે.ઝઝામ, તા. સાંતલપુર ૨. પીયૂષભાઈ પથુભાઈ પારેગી રહે. મોરવાડા, તા.સુઈગામ ૩ પ્રવિણભાઈ કરશનભાઈ પારેગી રહે.મોરવાડા, તા. સુઈગામ વિરુદ્ધ સુઈગામ પોલીસે આ મામલે બીએનએસએસની કલમ ૧૪૦(૩), ૬૧, ૩૫૧(૨) અને ૫૪ મુજબ ગુનો દાખલ નોંધી આ કેસની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર  એચ.એમ.પટેલ ચલાવી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોના આધારે પણ પોલીસે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. અપહરણના  આ ગંભીર બનાવને લઈ સરહદી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ટેગ્સ:#Suigam Police Station

સંબંધિત સમાચાર