રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત

બનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત

જમીન દફ્તરના કર્મીઓની હડતાળ 8 માં દિવસમાં પ્રવેશી: કામગીરી ખોરંભે

પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહીં આવતા જમીન દફતર કચેરીના વર્ગ-3 ના કર્મચારીઓએ આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. બનાસકાંઠાના જમીન દફ્તરના કર્મીઓની હડતાળ આઠમા દિવસમાં પ્રવેશતા કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે.

બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લા સહિત રાજ્યભરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતાં જમીન માપણી અને જમીન રેકોર્ડને લગતી કામગીરી પર સીધી અસર પડી છે. જોકે, આજે હડતાળ 8 માં દિવસે પણ જારી રહેતા કામગીરી ખોરંભે ચડતા અરજદારોના કામ રઝળી પડ્યા છે.

એક તરફ કર્મચારીઓ પાંચ વર્ષ જૂની માંગણીઓના નિરાકરણની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ હડતાળના કારણે જમીન સંબંધિત કામગીરી માટે કચેરીના ધક્કા ખાતા ખેડૂતો અને અરજદારો ની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે સરકાર કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને કચેરીની કામગીરી ક્યારે ફરી ધમધમતી થાય છે તેના પર સૌની નજર છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર