રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 સપ્ટેમ્બર, 2026| Super Admin

ગુજરાત હાઇકોર્ટ ખાતે જુવેનાઇલ જસ્ટિસ કમિટીની સ્ટેટ લેવલ કોન્ફરન્સ યોજાઈ

ગુજરાત હાઇકોર્ટ ખાતે જુવેનાઇલ જસ્ટિસ કમિટીની સ્ટેટ લેવલ કોન્ફરન્સ યોજાઈ

ડીસાના  યોગેશ ડી.છીપાએ કિશોરીઓ માટે ઓબ્ઝર્વેશન હોમની રજૂઆત કરી 

ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે ગત તા.૧૨/૦૯/૨૦૨૬ના રોજ જુવેનાઇલ જસ્ટિસ કમિટી, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (GSLSA) અને યુનિસેફ (UNICEF) ના સંયુક્ત ઉપક્રમે જુવેનાઇલ જસ્ટિસ (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ અંતર્ગત "Implementation and the way forward" વિષય પર એક દિવસીય સ્ટેટ લેવલ કન્સલ્ટેશન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં બનાસકાંઠા જિલ્લાના ડીસાથી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મેમ્બર યોગેશભાઈ દીપચંદભાઈ છીપાએ ખાસ ભાગ લીધો હતો.

કોન્ફરન્સ દરમિયાન યોગેશભાઈ છીપાએ કાયદાના સંઘર્ષમાં આવતી કિશોરીઓની વિશેષ જરૂરિયાતો અને તેમના અધિકારોના રક્ષણ અંગે મહત્વનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે આ ક્ષેત્રે રહેલી વહીવટી અને સામાજિક ઉણપો તરફ ધ્યાન દોરતાં, કિશોરીઓ માટે અલગથી 'ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ' (Observation Home for Girls) શરૂ કરવા માટે મજબૂત રજૂઆત કરી હતી.

આ ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સમાં ગુજરાત હાઇકોર્ટના ઓનરેબલ જસ્ટિસ સંગીતાબેન વિશેન દ્વારા તમામ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર (DCPO) ના કામકાજનો વિસ્તૃત રિવ્યુ (સમીક્ષા) લેવામાં આવ્યો હતો. આ સાથે જ જુવેનાઇલ જસ્ટિસ એક્ટના વધુ અસરકારક અમલીકરણ માટે કાયદાકીય અને માળખાકીય સ્તરે કેવા સુધારા-વધારા કરી શકાય તે અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ઓનરેબલ જસ્ટિસ સંગીતાબેન વિશેન, જસ્ટિસ વૈભવીબેન નાણાવટી, જસ્ટિસ નિશાબેન ઠાકોર, જસ્ટિસ એસ.વી. પિન્ટો તેમજ જસ્ટિસ ઉત્કર્ષભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત GSLSA ના અધિકારીઓ, UNISEF ના અધિકારીઓ, ગુજરાતના તમામ જિલ્લાના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટશ્રીઓ, ડી.સી.પી.ઓ. (DCPO) અને પ્રોબેશન અધિકારીઓએ હાજર રહીને કોન્ફરન્સને સફળ બનાવી હતી.

સંબંધિત સમાચાર