રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજીમાં યુવાનો માટે ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવવાની વિશેષ તાલીમ અપાઈ

અંબાજીમાં યુવાનો માટે ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવવાની વિશેષ તાલીમ અપાઈ

પથ્થર કલા સાથે હવે માટી કામનું કૌશલ્ય પણ આદિવાસી યુવાનો શીખશે

પર્યાવરણનું જતન થાય અને આદિવાસી યુવાનોને પરંપરાગત કલા સાથે નવા કૌશલ્ય થકી સ્વરોજગારની તકો મળે તેવા સરકારના અભિગમને સાકાર કરવાની દિશામાં યાત્રાધામ અંબાજી ખાતે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. અંબાજી સ્થિત સાપ્તિ (સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ સેન્ટર) ખાતે પથ્થર કલા અને કાર્વિંગની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓને હવે માટીમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.સેન્ટર ડાયરેક્ટર કુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત માટી કામ તાલીમ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓને પથ્થર કલા ઉપરાંત નવા કૌશલ્યથી પરિચિત કરાવવા, તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તેમજ ભવિષ્યમાં આ કૌશલ્યને સ્વરોજગારનું માધ્યમ બનાવવાનો છે.

34.jpg 162.62 KB
તાલીમ દરમિયાન પાટણના માટીકામના તજજ્ઞ જીતેન્દ્રભાઈ ઓટીયા દ્વારા વિદ્યાર્થીઓને માટીમાંથી ગણપતિજીની વિવિધ આકર્ષક મૂર્તિઓ તેમજ અન્ય આર્ટિફેક્ટ્સ બનાવવાની પદ્ધતિઓનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ મોડેલ તૈયાર કરવાની પ્રક્રિયાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી.માટીની ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ મહત્વપૂર્ણ છે. માટીની મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવે તો જળાશયોમાં પ્રદૂષણનું જોખમ ઓછું રહે છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સરળતાથી વિઘટિત ન થતી હોવાથી જળાશયો અને જળચર પર્યાવરણને નુકસાન થવાની સંભાવના રહે છે.

કૌશલ્ય સાથે સ્વરોજગારની દિશા સાપ્તિ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા આદિવાસી વિદ્યાર્થીઓ માત્ર પથ્થરમાં કોતરકામની કળા પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ માટી કામ જેવા નવા કૌશલ્ય પણ શીખે તેવો વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે બનાવેલી ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી શકે તે સાથે ભવિષ્યમાં આવી મૂર્તિઓ તથા અન્ય કલાત્મક વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરીને આવકનું સાધન ઊભું કરી શકે તેવી શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે. પથ્થરકલા સાથે માટીકામનું કૌશલ્ય જોડાતા આદિવાસી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કારીગરી અને સ્વરોજગારની સંભાવનાઓને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર