બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પાલનપુર-ડીસા હાઇવે પર લડબી નાળા પાસેથી એસઓજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે આર્ટિગા કારને રોકીને તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજે 19 લાખ 80 હજાર રૂપિયાની કિંમતનું 198 ગ્રામ મોફિન હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી કરી રહેલા ચાર શખ્સોની અટકાયત કરી છે, જેમાં અમદાવાદના ત્રણ અને દાંતીવાડાના એક ઇસમનો સમાવેશ થાય છે. પોલીસે હેરોઇન અને કાર સહિત કુલ 25 લાખ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો રાજસ્થાનના સાંચોરના સુનિલ બિશ્નોઈ પાસેથી લાવીને અમદાવાદમાં છૂટક વેચાણ કરવાનો હતો. આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાલનપુર-ડીસા હાઇવે પર એસઓજી પોલીસે 19.80 લાખનું મોર્ફિન હિરોઈન ઝડપી પાડ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠામેઘરાજાનું પુનરાગમન: અંબાજી પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાભોપાનગર ફાટક પર ટ્રાફિક જામ: બ્રિજ અને રોડની કામગીરી ધીમી પડતાં વાહનચાલકો પરેશાન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર આઇશર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ સંઘની ચૂંટણી: ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા
1 દિવસ પહેલા
