સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) એ ભારતમાલા નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામપુરા-એટા રોડ પરથી 64.59 લાખનો દારૂ અને ત્રણ લક્ઝરી વાહનોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 14.59 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને આયાતી વિદેશી દારૂની કુલ 4,558 બોટલોનો સમાવેશ થાય છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ત્રણ લક્ઝરી વાહનો – ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો – પણ કબજે કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 50 લાખ છે. એક મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરાયા હતા.આ મામલે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભારતમાલા હાઈવે પર એસએમસીની કાર્યવાહી: 64.59 લાખનો દારૂ, ત્રણ લક્ઝરી વાહનો જપ્ત; 8 વોન્ટેડ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
