રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 સપ્ટેમ્બર, 2026| Super Admin

સિદ્ધપુર: પશુ ભરેલી ટ્રક રોકવા ગયેલા યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

સિદ્ધપુર: પશુ ભરેલી ટ્રક રોકવા ગયેલા યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

પોલીસ ફરિયાદ નોંધાતા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી

સિદ્ધપુરના તાવડીયા ચાર રસ્તા પાસે પશુઓ ભરેલી હોવાની શંકાથી એક ટ્રક રોકવાનો પ્રયાસ કરનાર યુવક પર હુમલો થયો છે. ત્રણ અજાણ્યા શખ્સોએ યુવકને ગાળો ભાંડી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના દાસજ ગામના 17 વર્ષીય પિયુશજી નટુજી ઠાકોરે આ ફરિયાદ નોંધાવી છે.ગત 11 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે તેમને ગૌ-સેવા બાબતે મિત્રનો ફોન આવ્યો હતો. તેઓ તેમના મિત્રો અલ્પેશજી વરવાજી ઠાકોર અને કૌશિક ઠાકોર સાથે સ્વિફ્ટ ગાડીમાં પાલનપુર જવા નીકળ્યા હતા.

રાત્રે લગભગ 8:30 વાગ્યે સિદ્ધપુર તાવડીયા ચાર રસ્તા પાસેથી પસાર થતી GJ 01 HT 6133 નંબરની એક ટ્રક શંકાસ્પદ લાગી હતી. તેમને શંકા હતી કે ટ્રકમાં ભેંસ અને પાડા છૂપી રીતે લઈ જવામાં આવી રહ્યા છે. તેથી ગાડીના ચાલકે ટ્રકને ઓવરટેક કરીને ઊભી રખાવી હતી.ટ્રકના ચાલક પાસે પરમિટના કાગળો માંગવામાં આવી રહ્યા હતા, ત્યારે પાછળથી GJ 01 KR 9059 અને GJ 01 KR 1808 નંબરની બે ગાડીઓ લઈને ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા 

આ શખ્સોએ ટ્રક કેમ રોકી તેમ કહી અપશબ્દો બોલ્યા અને ઝઘડો શરૂ કર્યો. તેમણે પિયુશજી ઠાકોરને ગડદાપાટુનો માર માર્યો.હુમલા દરમિયાન પિયુશજીના અન્ય મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા. આરોપીઓએ જતા પહેલા ફરી મળીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. તપાસ કરતા હુમલો કરનારા શખ્સો સિદ્ધપુરના નોમાન મહોમદભાઈ કુરેશી, ઇકરામ સિંધી અને વસીમ મહોમદ સિંધી હોવાનું સામે આવ્યું છે.ઈજા અને અસ્વસ્થતાને કારણે આરામ કર્યા બાદ ફરિયાદીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર થઈ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર