રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ1 ઑગસ્ટ, 2026| Super Admin

સિદ્ધપુર સગીરા દુષ્કર્મ કેસ: પાટણ પોક્સો કોર્ટે મૌલવીને ફટકારી 20 વર્ષની સખત કેદની સજા

સિદ્ધપુર સગીરા દુષ્કર્મ કેસ: પાટણ પોક્સો કોર્ટે મૌલવીને ફટકારી 20 વર્ષની સખત કેદની સજા

રૂ.27 હજાર દંડ અને પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો

પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે સિદ્ધપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને રૂ. 27,000નો દંડ સાથે પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આશરે એક વર્ષ પહેલા સિદ્ધપુરની 14 વર્ષ અને 6 માસની સગીરા બીમાર રહેતી હોવાથી તેના પિતાએ ધાર્મિક વિધિ અને ઈલાજ માટે પાલનપુરના ગઠામણ ગામના મૌલવી મહેબુબભાઈ સેલીયાને ઘરે બોલાવ્યા હતા. ઈલાજના બહાને આરોપી સગીરાના ઘરે એકાદ મહિનો રોકાયો હતો. આ દરમિયાન તેણે સગીરાને પોતાની તરફ આકર્ષિત કરી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.ત્યારબાદ 24 ફેબ્રુઆરી, 2025ના રોજ સગીરા શાળામાં વિદાય સમારંભ માટે ગઈ હતી, જ્યાંથી આરોપી તેને બાઈક પર બેસાડી પાલનપુર લઈ ગયો હતો.ત્યાંથી આબુરોડ અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાઓએ ફેરવી હતી. 

આ મુસાફરી દરમિયાન આરોપીએ ટ્રેનના શૌચાલયમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.સગીરા ઘરે પરત ન ફરતાં તેના પિતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા. તપાસ અધિકારી ASI રામદયાલ શર્મા અને PI જે.બી. આચાર્ય દ્વારા સગીરા અને આરોપીના કપડાં તેમજ તબીબી સેમ્પલો FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSLઅહેવાલમાં સગીરાના કપડાં પરથી આરોપીના બ્લડ ગ્રુપ B ધરાવતું શુક્રાણુ મળી આવ્યું હતું. આ ઉપરાંત,આબુરોડ રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ પણ ડિજિટલ પુરાવા તરીકે રજૂ કરાયા હતા.પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ કે. જે. મોદી સમક્ષ ચાલેલા કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે 13 મૌખિક સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જન્મ-મરણ નોંધણી રજિસ્ટરના આધારે બનાવ સમયે સગીરાની ઉંમર 14 વર્ષ, 06 માસ અને 26 દિવસ હોવાનું સાબિત થયું હતું. સગીરા,તેના માતા-પિતા અને તબીબી અધિકારીઓની જુબાનીના આધારે અદાલતે આરોપી મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયા (ઉંમર 21) ને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. 

સંબંધિત સમાચાર