રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના લિઝા કોમ્પલેક્ષ પાછળ દુકાનના ભોંયરામાંથી આધેડની લાશ મળતા અરેરાટી

ડીસાના લિઝા કોમ્પલેક્ષ પાછળ દુકાનના ભોંયરામાંથી આધેડની લાશ મળતા અરેરાટી

પગ લપસી જતાં મોત થયાની આશંકા

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે આવેલ લિઝા કોમ્પલેક્ષ પાછળના શોપિંગ સેન્ટરની એક દુકાનના ભોંયરામાંથી આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. ભોંયરામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો.

​ઘટના અંગે મળતી વિગતો અનુસાર, લિઝા કોમ્પલેક્ષ પાછળ આવેલા શોપિંગ સેન્ટરની દુકાનના ભોંયરામાં એક આધેડનો મૃતદેહ હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તુરંત જ ડીસા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી​પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ મૂળ રાજસ્થાનનો વતની હોવાનું બહાર આવ્યું છે. આકસ્મિક રીતે પગ લપસી જવાથી આધેડ ભોંયરામાં પટકાયા હોવાનું અને તેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.​પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો મેળવી તેને પંચનામા બાદ પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ ઘટના અંગે ડીસા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આધેડના મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ ધમધમાવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર