ચાણસ્માના એક ગામની 21 વર્ષીય યુવતીના અંગત ફોટા તેના ભૂતપૂર્વ પ્રેમી બાબુજી મફાજી ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા છે. યુવતીએ વાતચીત બંધ કરતા ગુસ્સે ભરાયેલા આરોપીએ તેને બદનામ કરી અન્ય ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતા આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
યુવતી અને બાબુજી વચ્ચે આશરે 3 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી,જે પ્રેમસંબંધમાં બદલાઈ. લગભગ 1 વર્ષ પહેલાં બંને મોઢેરા નર્મદા કેનાલ પાસે મળ્યા હતા, જ્યાં ફોટા પાડ્યા હતા.છેલ્લા 20 દિવસથી યુવતીએ બાબુજી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. તેનાથી નારાજ થઈને બાબુજીએ 16 સપ્ટેમ્બર2026 ના રોજ સાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી jay_gebiyapir_dada પરથી ફોટા વાયરલ કર્યા. તેણે યુવતીના ઘરે આવીને બીજા ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપતા આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





