રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના કાંટ પાસે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત

ડીસાના કાંટ પાસે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત

કારચાલક સહિત સવારો ઈજાગ્રસ્ત

​ડીસા-કાંટ રોડ પર આવેલ ફાર્મર કોલ્ડ સ્ટોરેજ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.​મળતી માહિતી મુજબ, ડીસાના કાંટ સ્થિત ફાર્મર કોલ્ડ સ્ટોરેજ નજીકથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા.

​સ્થાનિકો દ્વારા રાહત કામગીરી હાથ ધરીને તમામ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરાતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક હળવો કરાવી પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર