રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
વાવ-થરાદ8 જૂન, 2026| Super Admin

સિનિયર આઇપીએસ પોલીસ અધિકારીઓ પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામોની મુલાકાત લેશે

સિનિયર આઇપીએસ પોલીસ અધિકારીઓ પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામોની મુલાકાત લેશે

 વાવ થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના ગ્રામજનોના ઘરે રાત્રી રોકાણ કરી સ્થિતિનો ચિતાર મેળવશે

સિનિયર આઇપીએસ પોલીસ અધિકારીઓ સરહદી વાવ થરાદ ,પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગામોમાં વસવાટ કરતા લોકોને ત્યાં રાત્રી રોકાણ કરી સ્થાનિક સરહદી પરિસ્થિતિનો ચિતાર જાણશે.જેમાં આગામી 11-12 જૂને 8 આઇપીએસ પોલીસ અધિકારીઓ સરહદી વાવ થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના અંદાજે 16  ગામોની મુલાકાત લેશે. જેમાંસરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસવાટ કરતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેસીને સમજવાને બદલે હવે ગુજરાત પોલીસ ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં રૂબરૂ પહોંચી કરશે.

જેમાં રાજ્યના મુખ્ય આઠ સિનિયર આઇપીએસ અધિકારીઓ બે દિવસમાં સરહદી આંતર રાષ્ટ્રીય સીમા ધરાવતા એવા પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 સરહદી ગામોની મુલાકાત લેશે. જ્યાં ફરી સ્થાનિક પરિસ્થિતિનો ચિતાર જાણી સ્થાનિક લોકોના ઘરે પહોંચી રાત્રિ રોકાણ કરીને સરહદી જીવનની વાસ્તવિક સ્થિતિ જાણશે. જેમાં એડિજીપી વાબગ જમીર 'વાવ થરાદ જિલ્લાના અસારા અને રાછેણા ગામની મુલાકાત કરશે. આ બાબતે અમારા સ્થાનિક અને બોર્ડર રિપોર્ટરે સ્થાનિક રાછેણા ગામની મુલાકાત કરતા સ્થાનિક યુવા સરપંચ કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે બે દિવસ અમારા સરહદી ગામમાં આઇપીએસ અધિકારીઓ આવવાના છે. તે પૂર્વ અમને સ્થાનિક પોલિસ અધિકારી એવા વાવ પીઆઇ એસ.એમ. વસાવાએ અમને જાણ પણ કરી છે અને સરહદી રાછેણા ગામની જાત મુલાકાત કરી લોકો જોડે બેઠક પણ કરી છે. અને આ સરહદી ગામની  ઝીણવટ ભરી તપાસ કરી મોનેટરીગ કરી માર્ગદર્શન પણ આપ્યું છે. વધુમાં સરપંચે જણાવ્યું હતું કે સરહદી સીમાડે બોર્ડર વિસ્તાર ધરાવતા અમારા ગામની રાજ્યના આઇપીએસ કક્ષાના અધિકારીઓ અમારી જોડે રાત્રી રોકાણ કરી અમારી જોડે સંવાદ કરે એ અમારી સરહદી જનતા માટે ગૌરવની અને ખુશીની વાત છે.

 તેમજ એડિજીપી અજયકુમાર ચૌધરી કચ્છ જિલ્લાના શિરાની વાઢ અને જટા વાડા ગામની મુલાકાત કરશે, આઈજીપી બિપિન આહીર પાટણ જિલ્લાના ધોકાવાડા અને ચારણકા ગામની મુલાકાત કરશે.ડીઆઈજીપી એ.એમ. મુનિયા વાવ થરાદ જિલ્લાના રડોસણ અને ગોલપ ગામની મુલાકાત કરશે. વધુમાં કચ્છ જિલ્લામાં ડીઆઈજીપી કે. એન. ડામોર જુના અને દેઢિયા ગામની મુલાકાત કરશે તેમજ ડીઆઈજીપી લીના પટેલ ઉધમો અને પટાગર ગામની મુલાકાત કરશે.એસીપી આર.ટી. સુસરા પુરાજપુર અને ગુનાઉ ગામની અને ડીઆઈજીપી સુધા પાંડે દીનારા અને ભીતાર ગામોની મુલાકાત કરી રાત્રી રોકાણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી વાવ થરાદ, પાટણ કચ્છ જિલ્લામાં કેડર કક્ષાના આઇપીએસ અધિકારીઓની મુલાકાતને લઈ ત્રણે જિલ્લાની પોલીસ સક્રિય બની ચુકી છે. અને સરહદી સુરક્ષામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર