રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ12 સપ્ટેમ્બર, 2026| Super Admin

સમી: બંધ જિનિંગ ફેક્ટરીમાંથી ૬ મહિનાની ત્યજી દીધેલી બાળકી મળી આવતા ચકચાર

સમી: બંધ જિનિંગ ફેક્ટરીમાંથી ૬ મહિનાની ત્યજી દીધેલી બાળકી મળી આવતા ચકચાર

૧૧૨ ટીમે રેસ્ક્યુ કરી બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડી વાલી-વારસની શોધખોળ હાથ ધરી

સમી તાલુકાના કઠીવાડા પાસે આવેલી એક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી ૬ થી ૭ મહિનાની એક માસુમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી છે. સ્થાનિકોએ જાણ કરતા ૧૧૨ જનરક્ષક વાનની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકીને તાત્કાલિક રેસ્ક્યુ કરી સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડી હતી.આ બાળકી કઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ જતા રસ્તા પર આવેલી બંધ કપાસ જિનિંગ ફેક્ટરીના દરવાજાની અંદરના ભાગેથી મળી હતી. બાળકી પર નજર પડતા જ આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. 

પ્રાથમિક તપાસમાં બાળકીના પરિવાર કે વાલી-વારસ વિશે કોઈ માહિતી ન મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ સમી પોલીસ સ્ટેશનની ૧૧૨ જનરક્ષક ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકીને પોતાની સંભાળમાં લીધી હતી. ટીમે બાળકીને પહેલા સમી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી, બાળકીની વધુ સારી સંભાળ માટે તેને પોલીસ ની મદદથી સરકારી પીસીઆર વાન દ્વારા પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીને આ રીતે સુમસામ જગ્યાએ કોણ અને કયા કારણોસર છોડી ગયું તે અંગે હાલ જુદી જદ્દી આશંકાઓ સેવાઈ રહી છે. સમી પોલીસે બાળકીના વાલી-વારસને શોધવા અને આ ઘટના પાછળ જવાબદાર લોકોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ૧૧૨ ટીમની સમયસર અને ઝડપી કામગીરીને કારણે માસૂમ બાળકીને યોગ્ય સમયે તબીબી સારવાર મળી શકી હોય લોકોએ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર