રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
સાબરકાંઠા12 જુલાઈ, 2025| Super Admin

સાબરકાંઠા કલેક્ટરએ હિંમતનગર ઇડરને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા હાથમતી બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા કલેક્ટરએ હિંમતનગર ઇડરને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા હાથમતી બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું
સાબરકાંઠામાં નાના મોટા કુલ ૫૧ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું; તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે. જિલ્લા કલેકટરએ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર હાથમતી નદીના ઓવરબ્રિજની સ્થળ ચકાસણી કરી હતી. આ બ્રિજ પૈકી જૂનો મૂળ બ્રિજનું બાંધકામ 1998 માં કરવામાં આવ્યું હતું. જ્યારે રસ્તાનું ચારમાર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે બ્રિજને  2018માં પહોળો કરવામાં આવ્યો હતો. હાલ ચકાસણીના અંતે બ્રિજની સ્થિતિ સારી છે અને આ બ્રિજ ટ્રાફિકેબલ છે. ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સાબરકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે ૫૧, જિલ્લામાં નાના ૨૫ મોટા ૨૬ એમ કુલ ૫૧ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફ્ટી ઓડિટ હાથ ધરાશે. આ બ્રિજની મુલાકાત સમયે આરએનબીના એક્ઝિક્યુટિવ ઇજનેર, પ્રાંત હિંમતનગર  ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર