રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2026| Super Admin

રોટરી ક્લબ ડીસાને સેવાકીય કાર્યો બદલ 24 એવોર્ડ્સ મળ્યા

રોટરી ક્લબ ડીસાને સેવાકીય કાર્યો બદલ 24 એવોર્ડ્સ મળ્યા

હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ ના વર્ષ ૨૦૨૫/૨૬ માટેનો એવોર્ડ સમારોહ "શાબાશિયા" તા.૧.૮.૨૦૨૬ ને શનિવારના રોજ અમરતારા રિસોર્ટ, આબુરોડ મુકામે  ડિસ્ટ્રિક્ટ ગવર્નર વર્ષ ૨૦૨૫/૨૬ ના  નિગમભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં  અન્ય મહાનુભાવો તથા રોટેરીયન મિત્રોની ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજવામાં આવ્યો હતો.

આ એવોર્ડ સમારોહ રોટરી ક્લબ ડીસા માટે આનંદ અને ગૌરવ લેવા જેવો રહ્યો હતો. રોટરી ક્લબ ડીસા ને કુલ ચોવીસ એવોર્ડ મળ્યા છે, જેમાં એક્સેલન્સ ક્લબ એવોર્ડ, રાયલા પ્રોગ્રામ એવોર્ડ , રોટરી હાટ, તથા લીલાધરભાઇ આચાર્ય ને બેસ્ટ સેક્રેટરી તરીકેનો એવોર્ડ સહિત આર આઈ સાઇટેશન એવોર્ડ , રો .પ્રવિણભાઈ વ્યાસને તેમજ રો.ડૉ.હિરેન પટેલ તેમજ રો.કેયુર ઠકકર ને બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફિસર તેમજ ડૉ.પ્રવિણભાઈ ઠક્કર સાહેબ ને બેસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર અને રો.વિક્રમભાઈ ઠક્કર અને ડૉ .સુનીતાબેન કોટક સહિત ના રોટેરિયન મિત્રોને પણ ઉત્તમ કામગીરી માટે તેમજ રોટરી ક્લબ ડીસા ના વિવિધ પ્રોજેક્ટોને  તેમજ ભીલડી આર સી.સી ક્લબ ને કુલ ૨૪ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે.

આ બધા એવોર્ડ્સ કંઈ એક બે વ્યક્તિઓના કારણે નથી મળ્યા, પરંતુ રોટરી ક્લબ ડીસાના તમામ રોટેરીયન ભાઇ બહેનોના સાથ,સહકાર, સમર્પણ અને સંનિષ્ઠ પ્રયાસોના કારણે શક્ય બન્યા છે. જે બદલ તમામ રોટેરીયન ભાઇ બહેનોનો પ્રમુખ આશિષભાઈ અને ટીમ હૃદય પૂર્વક આભાર માને છે .સન્માન એવોર્ડના કારણે ક્લબોને સેવાકીય  કાર્ય કરવાની ઇચ્છા શક્તિ વધે છે, અને કામ કરવાની નવી ઉર્જા મળે છે.એવોર્ડ પસંદગી કરવા માટે પારદર્શકતા, યોગ્યતા, તટસ્થતાનો નિષ્પક્ષ માપદંડ રાખીને એવોર્ડ્સ આપવા બદલ નિગમભાઇ ચૌધરી (ડી .જી.૨૦૨૫/૨૬) તથા સમગ્ર એવોર્ડ પસંદગી કમીટીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવીએ છીએ.

આ એવોર્ડ સમારોહમાં રોટરી ક્લબ ડીસામાંથી રો.વિક્રમભાઈ ઠક્કર ,પ્રવિણભાઇ ઠક્કર, આશિષભાઈ સોની, લીલાધરભાઇ આચાર્ય, શશિનભાઇ મેવાડા, પરીનભાઇ પંડ્યા, ડો.હિરેનભાઇ પટેલ, પ્રવિણભાઇ વ્યાસ,કેયુરભાઇ ઠક્કર, સીતાબેન ઠક્કર તથા મીતાબેન ઠક્કર હાજર રહીને આ સન્માનના સાક્ષી રહ્યા હતા.આ સન્માન બદલ રોટરી કલબ ડીસાના સિનિયર સભ્યો દ્વારા વર્ષ ૨૦૨૫/૨૬ ના રોટરી ક્લબ ડીસાના પ્રેસિડેન્ટ આશિષભાઈ સોની અને સેક્રેટરી લીલાધરભાઇ આચાર્ય સહિત સમગ્ર ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર