રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 ઑક્ટોબર, 2026| Super Admin

મુડેઠા નેશનલ હાઈવે-27 પર જોખમી ડાયવર્ઝનથી અકસ્માતનો ભય

મુડેઠા નેશનલ હાઈવે-27 પર જોખમી ડાયવર્ઝનથી અકસ્માતનો ભય

પુલ નીચે બ્રેઝા અને અલ્ટો વચ્ચે અકસ્માત, બંને વાહનોને નુકસાન; સદનસીબે મોટી જાનહાનિ ટળી

ડીસા તાલુકાના મુડેઠા ગામે નેશનલ હાઈવે-27 પર પુલ પર કામ ચાલી રહ્યું છે. કામની ધીમી ગતિના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુડેઠા પુલ નીચે વાહનવ્યવહાર માટે આપવામાં આવેલું ડાયવર્ઝન હાલ જોખમી બન્યું હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

મુડેઠા પુલ નીચેના આ ડાયવર્ઝન પર તાજેતરમાં બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનોને નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. ઘટનાને પગલે ડાયવર્ઝનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે ડાયવર્ઝન પર રસ્તાની હાલત સહિતની જરૂરી સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક સુધારવામાં આવે તો અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ માર્ગ વધુ જોખમી બની શકે છે.

તેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે ડાયવર્ઝનનું સમારકામ કરી તેને સુરક્ષિત બનાવવામાં આવે તેમજ પુલ પર બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, તેવી વાહનચાલકો અને સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર