રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ બાદ પાટણ જિલ્લાના લગભગ 300 થી વધુ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. તેમની પડતર માંગણીઓ પર કોઈ કાર્યવાહી ન થતાં આ નિર્ણય લેવાયો છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો 7 મી તારીખથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચીમકી અપાઈ છે.રેવન્યુ તલાટી, કારકૂન અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પર વિભાગ ધ્યાન નથી આપતું તેવા આક્રોશ સાથે કમૅચારીઓએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા એસીએસ દ્વારા ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી, પણ કોઈ કાર્યવાહી થઈ નથી.
તલાટીઓના જોબ ચાર્ટમાંથી અન્ય કામગીરી દૂર કરવાની, 2012ના નાયબમામલતદાર ને બઢતી અને 2013ના મામલતદારોને બઢતી અને 2015 ના કારકૂનોને વતન જિલ્લામાં બદલીની માંગણીઓ અટવાયેલી છે. 10-20 વર્ષથી સિનિયોરિટી યાદી પણ બની નથી, જેનાથી કર્મચારીઓમાં રોષ છે.ત્યારે આ માગણીઓ મામલે સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવો સુર ઉઠવા પામ્યો હતો.





