રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ4 જૂન, 2026| Super Admin

પાટણમાં ડિજિટલ અરેસ્ટના નામે નિવૃત્ત એન્જિનિયર સાથે ₹32 લાખની ઠગાઈ

પાટણમાં ડિજિટલ અરેસ્ટના નામે નિવૃત્ત એન્જિનિયર સાથે ₹32 લાખની ઠગાઈ

મની લોન્ડરિંગના કેસનો ડર બતાવી સોનાના દાગીના વેચાવી રૂપિયા ફેક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા

ગુજરાતના પાટણ શહેરમાં સાયબર ગુનેગારોએ કાયદાનો ખોટો ડર બતાવીને એક નિવૃત્ત વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી રૂ.32 લાખથી વધુ ની સનસનાટી ભરી છેતરપિંડી આચરી છે. GSRTC મહેસાણા વિભાગના નિવૃત્ત સિવિલ એન્જિનિયર દિલીપકુમાર રતીલાલ પટેલ (ઉં.વ.73, રહે. જન્મભૂમિ બંગલોઝ, પાટણ) ને CBI અને ટેલિકોમ અધિકારીના નામે ફેક કોલ કરી,મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને આ રકમ પડાવી લેવાઈ હતી. ગત 2 એપ્રિલ, 2026 થી શરૂ થયેલી આ ઘટના અંગે ભોગ બનનારે છેવટે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કર્યા બાદ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કરાયા છે.

આ સમગ્ર ઘટનાની શરૂઆત 2 એપ્રિલ, 2026ના રોજ થઈ હતી. દિલીપકુમાર પટેલ પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેથી બોલતા શખ્સે પોતાની ઓળખ ટેલિકોમ વિભાગના અધિકારી તરીકે આપી હતી.તેણે વૃદ્ધને ડરાવતા કહ્યું કે, "તમારા આધાર કાર્ડ પરથી મુંબઈમાં એક સિમકાર્ડ ઇસ્યુ થયું છે, જેના દ્વારા અશ્લીલ મેસેજો મોકલવામાં આવી રહ્યા છે." આ સાંભળીને નિવૃત્ત એન્જિનિયર ચોંકી ગયા હતા.CBI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો ખોટો રોફ જમાવી પ્રારંભિક ડર બતાવ્યા બાદ આ ગેંગના અન્ય સાગરીતો સક્રિય થયા હતા. તેમણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને CBIના ઉચ્ચ અધિકારી 'એસ.કે. જયસ્વાલ' તરીકે ઓળખ આપી દિલીપકુમાર સાથે વાત કરી. ઠગોએ ધમકીભર્યા સુરમાં જણાવ્યું કે, "પોલીસે નરેશ ગોહિલ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જેની સાથે તમારી સાંઠ ગાંઠ છે. રૂ. 538 કરોડના આ મની લોન્ડરિંગ કેસમાં તમારું કેનેરા બેંકનું ATM કાર્ડ મળી આવ્યું છે."નકલી વોરંટ અને વૉટ્સએપ પર ડિજિટલ અરેસ્ટ વૃદ્ધને સંપૂર્ણપણે કાયદાકીય સકંજામાં લેવા માટે આરોપીઓએ વૉટ્સએપ પર સુપ્રીમ કોર્ટના નકલી લેટર્સ અને ખોટા એરેસ્ટ વોરંટ મોકલી આપ્યા હતા. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટની મોડસ ઓપરેન્ડી અપનાવી ભોગ બનનારને 'સિગ્નલ' એપ્લિકેશન ડાઉનલોડ કરવા મજબૂર કરાયા હતા. તેમને સતત એક સપ્તાહ સુધી વીડિયો કોલ સામે બેસી રહેવા અને માનસિક ટોર્ચર આપી દર કલાકે 'I am safe' નો મેસેજ મોકલવા દબાણ કરવામાં આવ્યું હતું.

વેરિફિકેશનના બહાને ફિક્સ ડિપોઝિટ તોડાવી જ્યારે વૃદ્ધ સંપૂર્ણપણે ડરી ગયા, ત્યારે કેસના નિકાલ અને નાણાંના કાયદેસર વેરિફિકેશનના બહાને આરોપીઓએ તેમની FD તોડાવવા માટે મજબૂર કર્યા. ભયના માર્યા દિલીપકુમારે પોતાની એફડી તોડીને રૂ.5,20,000 સાયબર ઠગોએ આપેલા SBIના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.રૂપિયા પડાવ્યા બાદ પણ સાયબર ગુનેગારોની ભૂખ સંતોષાઈ નહોતી. તેમણે સોનાના દાગીનાનું સરકારી એસેસમેન્ટ કરવાનું બહાનું આગળ ધર્યું. ગઠિયાના કહેવાથી દિલીપકુમારે ઘરના 198.570 ગ્રામ સોનાના દાગીના જ્વેલર્સમાં વેચી દીધા. આ દાગીના વેચતા મળેલી રૂ.27,15,445 ની રકમમાંથી બેંક ચાર્જ બાદ કરીને કુલ ३.2,680,047.20 ICICI બેંકના 'મધર ટ્રેસા સમાજ કલ્યાણ ટ્રસ્ટ'ના નામે ચાલતા ખાતામાં RTGS મારફતે ટ્રાન્સફર કરાવી દેવાયા હતા.કુલ રૂ. 32,00,047.20 ની મોટી રકમ પડાવી લીધા બાદ તમામ આરોપીઓએ દિલીપકુમાર સાથેનો સંપર્ક એકાએક તોડી નાખ્યો હતો. ફોન બંધ થઈ જતાં નિવૃત્ત એન્જિનિયરને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક કેન્દ્રીય હેલ્પ લાઇન નંબર 1930 પર જાણ કરી હતી. હાલમાં પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બેંક ખાતાઓની વિગતોના આધારે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan#Digital Arrest

સંબંધિત સમાચાર