રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા25 જૂન, 2025| Super Admin

ઉંઝા તાલુકાના ૨૧ ગામ પંચાયતની સરપંચની બેઠકોનું પરિણામ જાહેર

ઉંઝા તાલુકાના ૨૧ ગામ પંચાયતની સરપંચની બેઠકોનું પરિણામ જાહેર
વિજયી ઉમેદવારો જીતનો જશ્ન જ્યારે હારેલા ઉમેદવારો હતાશ; ઉંઝા ઐઠોર ચોકડી પર આવેલ અં.શી.પટેલ સ્કુલ ખાતે ઉંઝા તાલુકાના ૨૧ ગામ પંચાયતની સરપંચની બેઠકો પર ૭૪ ઉમેદવારો માટે સવારે ૯:૦૦ કલાકે મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરીમાં ૭ કાઉન્ટીંગ હોલ અને ૧૨ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. ૯૫ જેટલા કર્મચારીઓ વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે સામ સામે ઘર્ષણ ન થાય તે માટે ૪૩ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. વિજેતા ઉમેદવારો જાહેર થતાં સમર્થકોએ અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. વિજયી ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. જ્યારે હારેલા ઉમેદવારોમાં હતાશા જોવા મળી હતી. એટલે કહીં ખુશી કહીં ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી માહોલ વચ્ચે અં‌.શી.પટેલ સ્કુલ ખાતે ચાર રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં રણછોડપુરા, વણાગલા, નવાપુરા, ડાભી, વરવાડા, વિશોળ, ખટાસણા ગામ પંચાયતની મતગણતરી શરૂ થઈ હતી. જ્યારે બીજા રાઉન્ડમાં કરણપુર, ઐઠોર, સુરપુરા, શિહી, મહેરવાડા, કામલી, ટુંડાવ ગામોની મતગણતરી યોજાઈ હતી. ત્રીજા રાઉન્ડમાં કરલી, કંથરાવી, મક્તુપુર, દાસજ, કહોડા, સુણક જ્યારે ચોથા રાઉન્ડમાં ઉપેરા ગ્રામ પંચાયતની ગણતરી યોજાઈ હતી. ઉમેદવારોના સમર્થકો સ્કૂલની બહાર પરિણામની કાગડોળે રાહ જોતા નજરે પડ્યા હતા.

સંબંધિત સમાચાર