રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ઑક્ટોબર, 2026| Super Admin

ડીસાના બે યુવાનોની અદભૂત દોડ સિદ્ધિ: ઉત્સાહી રનર્સે ડંકો વગાડ્યો

ડીસાના બે યુવાનોની અદભૂત દોડ સિદ્ધિ: ઉત્સાહી રનર્સે ડંકો વગાડ્યો

૨૬ દિવસ સતત દોડીને અરવિંદ ગેલોતે ૭૭૯.૫ કિમી અને શિવાભાઈ પટેલે ૭૯૧ કિમીનું વિશાળ અંતર કાપ્યું

દોડ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નિયમિત મહેનત અને મજબૂત મનોબળ હોય તો પોતાની શારીરિક ક્ષમતાની નવી ઊંચાઈ હાંસલ કરી શકાય છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ ડીસાના બે યુવાન દોડવીરોએ પૂરું પાડ્યું છે. નોવાફિટ અને ડીસા ડોકરા રનિંગ ક્લબ દ્વારા આયોજિત સપ્ટેમ્બર-૨૦૨૬ દોડ પડકાર દરમિયાન ડીસાના ડોકરા રનીંગ ક્લબના કોચ અરવિંદ ગેલોત અને શિવાભાઈ પટેલે ૨૬ દિવસ સતત દોડીને વિશાળ અંતર પૂર્ણ કર્યું છે.

અરવિંદ ગેલોતે સપ્ટેમ્બર મહિનામાં કુલ ૭૭૯.૫ કિમીનું અંતર દોડીને પૂર્ણ કર્યું હતું. તેમની આ સિદ્ધિમાં ૬ પૂર્ણ મેરેથોન અને ૧૭ અર્ધ મેરેથોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ૯૦ કિમી સાયકલ સવારી પણ પૂર્ણ કરી હતી. જ્યારે શિવાભાઈ પટેલે ૭૯૧ કિમીનું વિશાળ દોડ અંતર પૂર્ણ કરીને પોતાની અસાધારણ સહનશક્તિ અને દોડ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતા સાબિત કરી છે. બંને દોડવીરોએ સપ્ટેમ્બર દરમિયાન ૨૬ દિવસ સતત દોડ કરીને દોડ પડકારમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અરવિંદ ગેલોત ડીસા ડોકરા રનિંગ ક્લબના કોચ તરીકે દોડવીરોને માર્ગદર્શન આપી રહ્યા છે, જ્યારે શિવાભાઈ પટેલ ક્લબના સક્રિય દોડવીર સભ્ય છે. બંને મિત્રો પોતાની સિદ્ધિ સાથે અન્ય યુવાનોને પણ દોડ, તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરી રહ્યા છે. બંને દોડવીરોની આ સિદ્ધિનો સંદેશ સ્પષ્ટ છે કે નિયમિત દોડ, શિસ્ત, મહેનત અને મજબૂત મનોબળથી વ્યક્તિ પોતાની ક્ષમતાને સતત આગળ વધારી શકે છે. આ પ્રસંગે અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો ઉક્તિ બંનેની આ દોડયાત્રાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે.

આ બાબતે ડોકરા રનીંગ ક્લબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટએ જણાવ્યું કે સ્વાસ્થ્ય માટે દોડો, જીવન માટે દોડોના સંદેશ સાથે યુવાનોને નિયમિત દોડ અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. દોડને જીવનમાં અપનાવવામાં આવે તો સ્વચ્છ સારું રહે છે અનેક રોગથી છુટકારો મળે છે આજે ડીસાના બે યુવાનોએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે આગામી દિવસોમાં નવા આયામો તરફ લઈ જશે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર