રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ21 જૂન, 2026| Super Admin

પાટણમાં રી-નીટ પરીક્ષા સંપન્ન: વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એક્ઝામ આપી

પાટણમાં રી-નીટ પરીક્ષા સંપન્ન: વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એક્ઝામ આપી

પેપર લીક વિવાદ બાદ તંત્ર સજ્જ; કડક સુરક્ષા વચ્ચે પરિક્ષા લેવામાં આવી

NEET પરીક્ષામાં પેપર લીકના વિવાદ બાદ  રવિવારે પાટણ શહેરમાં રી-નીટ પરીક્ષા લેવામાં આવી હતી. શહેરના 4 પરીક્ષા કેન્દ્રો પર કુલ 1434 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે.પરિક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે એક્શન પ્લાન તૈયાર કરાયો હતો.

પેપર લીકના તાજેતરના વિવાદને પગલે, પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને તપાસના નિયમો અત્યંત કડક કરવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે અંદર જતા વિધાર્થીઓને રોકવા માટે માત્ર સેન્ટરનો સ્ટાફ જ નહીં, પરંતુ પોલીસ પણ ગેટ પર હાજર રહીને વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામા આવ્યો હતો.પરીક્ષા કેન્દ્રો પર સવારે 11:00 વાગ્યાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ત્રણ કલાક સુધી બાયોમેટ્રિક પદ્ધતિથી ચકાસણી કરી ત્યારબાદ બપોરે 2:00 વાગ્યે પરીક્ષા કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા લેવામાં આવી હતી. પાટણ શહેરમાં રી-નીટ પરીક્ષાના સફળ અને શાંતિપૂર્ણ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ગોઠવવામાં આવી હતી.આ પરીક્ષા માટે શહેરની કે.કે.ગર્લ્સ સ્કૂલ, બી.ડી.હાઈસ્કૂલ, એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ એમ કુલ 4 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રાહત આપતા પરીક્ષાના સમયમાં 15 મિનિટનો વધારો કરવામાં આવતા પેપર બપોરે 2:00 થી સાંજના 5:15 વાગ્યા સુધી પરિક્ષા ચાલી હતી.પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.

આ મહા પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે 4 કેન્દ્રો પર 2 DYSP, 2 PI, 8 PSI અને 100 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે વિધાર્થીઓએ શાંતિ પૂણૅ માહોલમાં આ પરિક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan#NEET Exam

સંબંધિત સમાચાર