બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા; શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ડીસા સબજેલમાં ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સજા ભોગવી રહેલા ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી, ભાઈ-બહેનના અતૂટ પ્રેમના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક અને જેલના વડા ડૉ. કે.એલ.એન. રાવ અને પાલનપુર જિલ્લા જેલ અધિક્ષક વી.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ડીસા સબજેલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોએ તેમના બંદીવાન ભાઈઓને કુમકુમ તિલક કરી, કાંડે રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનો દ્વારા તેમના ભાઈઓને એક-એક વૃક્ષ પણ ભેટમાં આપવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણનું જતન કરવા અને વૃક્ષારોપણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલના અધિકારીઓ દ્વારા બંદીવાન ભાઈઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસાના ઇન્ચાર્જ જેલર જે.વી. પાત્રોડ અને તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ડીસા સબ જેલમાં રક્ષાબંધનની ભાવભીની ઉજવણી

ટેગ્સ:#Tree Plantation#Kumkum Tilak Ceremony#Emotional Moments#Deesa Sub-Jail#Sibling Love#Shravan Festival#Inmate Rehabilitation#Police Staff Support
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
3 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
3 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
5 દિવસ પહેલા
