રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ23 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવ-થરાદ પંથકમાં લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વાવ-થરાદ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી તો થઈ છે, પરંતુ આ વરસાદે સ્થાનિક તંત્ર અને નગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. વહેલી સવારે થરાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો, પરંતુ આ સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. થરાદના આશાપુરી વિસ્તારમાં રસ્તાઓ અને ઘરની આગળ પાણી ભરાઈ જતા નાના માસૂમ બાળકોને પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવાની ફરજ પડી હતી. તો બીજી તરફ બલિયા હનુમાન ચોક અને બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આજદિન સુધી કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી.

સંબંધિત સમાચાર