રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં વરસાદની ખેંચ: જળાશયોના તળિયા દેખાયા

બનાસકાંઠામાં વરસાદની ખેંચ: જળાશયોના તળિયા દેખાયા

અમીરગઢ બનાસ નદી પર આવેલ ચેકડેમ સાવ ખાલી

વાતાવરણ વિભાગ અને નિષ્ણાત આગાહી કાર અંબાલાલ રાજ્યના વિવિધ ભાગોમાં અને જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી રહ્યા છે. પણ જાણે કુદરત અને ઇન્દ્રદેવ નિરાશ થઈ ને બેઠા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. આખો જૂન મહિનો કોરો ગયો આમ કહીએ તોય ચાલે એમ છે અને જુલાઈ પણ શરૂ થઈ ગયો છે. અને થોડાજ દિવસોમાં આષાઢી બીજ  પણ આવી જશે પરંતુ વરસાદ અને ઇન્દ્રદેવ જાણે હાથ તાળી રમતા હોય એવું લાગી આવી રહ્યું છે. રોજ સવારે અને સાંજ આકાશમાં કાળા ડીબાંગ વાદળો અને વરસાદી પવન ફૂંકાઈ રહ્યો છે જાણે હાલ વરસાદ આવી જશે પણ થોડી જ વારમાં બધું વેરવિખેર થઈ જાય છે. જાણે હાથ તાળી આપવા આવ્યા હતાને આપીને જતા રહ્યા.

146.jpg 205.25 KB
ચાલુ વર્ષે વરસાદ ખેંચતા ખેડૂતોને માઠી અસર પડી રહી છે. વરસાદ ખેંચાવાથી મોંઘા ભાવના બિયારણો અને ખાતર વાપરીને બેઠા ખેડૂતોને સિઝન નિષ્ફળ જવાનો ડર છે હજુ જો 7 થી 10 દિવસ સુધીમાં વરસાદ ન થાય તો ખેતરોમાં કરેલી વાવણી સાફ નિષ્ફળ જવાની ભીતિ છે. વરસાદ ખેંચાવાથી ડેમ અને તળાવો પણ સૂકાભટ્ટ પડ્યા છે ડેમો અને તળાવો સૂકા પડવાથી પીવાની પાણી જેટલી માત્ર સ્તર હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કેટલીક જગ્યાએ પાણી ત્રણ ટાઈમની જગ્યાએ બે અને બે, ની જગ્યાએ એક ટાઇમ કરી દેવામાં આવ્યું છે. જો વરસાદ નહીં પડે તો દુષ્કાળની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ વરસાદી બફારો અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગરમીએ માઝા મૂકતા લોકોને ઘરની બહાર નીકળવું પણ અઘરું પડી રહ્યું છે વરસાદ ની ખેંચવાની અસર આમ પ્રજા પણ દેખાવવા લાગી છે લોકોના ઘરે ઘરે બુમરાડ છે. મેઘરાજા અને ઇન્દ્રદેવને મનાવવા લોકો એનકેન પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક જૂની માન્યતા પ્રમાણે લોકો ઢૂંઢિયા બાપજી બનાવી ને ઇન્દ્રદેવ અને મેઘરાજાને રીઝવી રહ્યા છે. તો ક્યાંક બજારો બંધ રાખી હવન , પૂજા અર્ચના કરવામાં આવી રહ્યા છે.. હેવતો ધરતીપુત્ર આકાશમાં આંખો માંડી ને બેઠો છે કે હે પ્રભુ હવે તો વરસ.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર