રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કુંભાસણ શાળા માર્ગ પર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો

કુંભાસણ શાળા માર્ગ પર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતા નવા સી.સી. રોડની બંને બાજુ ખુલ્લી અને જોખમી ધારો હોવાના કારણે દરરોજ આશરે 700થી વધુ વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભું થયું હોવાનું પાલનપુર વિકાસ સમિતિએ જણાવ્યું છે.

વિકાસ સમિતિના કન્વીનર હિદાયત પરમારના જણાવ્યા મુજબ તા. 30 જૂન, 2026ના રોજ માર્ગ અને મકાન વિભાગના સચિવ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરીને "સેફ સ્કૂલ ઝોન" અંતર્ગત ખુલ્લી ધારોનું સમતલીકરણ, માટી-મોરમ ભરાણ, સુરક્ષા બેરિકેડ, ઝેબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર, ચેતવણી બોર્ડ અને અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ તાત્કાલિક ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતને અનેક દિવસો વીતી ગયા છતાં સ્થળ પર કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. દરમિયાન ચોમાસાની ઋતુ શરૂ થતાં વરસાદી પાણી, કાદવ અને લપસણાં વાતાવરણને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ વધુ ગાઢ બની છે.

સમિતિએ આક્ષેપ કર્યો છે કે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા અત્યંત ચિંતાજનક છે. જાહેર નાણાંમાંથી માર્ગનું નિર્માણ થયા બાદ પણ વિદ્યાર્થી ઓની સુરક્ષા માટેની મૂળભૂત વ્યવસ્થા ઉપલબ્ધ ન કરવી ગંભીર વહીવટી બેદરકારી સમાન છે.પાલનપુર વિકાસ સમિતિએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને ફરી એકવાર અપીલ કરી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખુલ્લી ધારોનું તાત્કાલિક સમતલીકરણ, જરૂરી ભરાણ અને તમામ સુરક્ષા સુવિધાઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે.

 છાત્રોની સુરક્ષા સાથે સમાધાન નહિ

"સેફ સ્કૂલ ઝોન" હેઠળ સુરક્ષા સુવિધાઓની માંગ છતાં કાર્યવાહી કરાઈ નથી. ચોમાસા માં અકસ્માતનું જોખમ વધતાં વાલીઓમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ત્યારે "વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. જો સમયસર કામગીરી નહીં થાય અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ નૈતિક, વહીવટી અને કાનૂની જવાબદારી સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓની રહેશે.:-હિદાયત પરમાર, કન્વીનર, પાલનપુર વિકાસ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર