રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા30 જૂન, 2026| Super Admin

સાબરકાંઠાના આંગણે ગૌરવવંતી ક્ષણ: રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા સ્કાઉટ-ગાઈડ અને રોવર-રેન્જર્સનું ભવ્ય સન્માન

સાબરકાંઠાના આંગણે ગૌરવવંતી ક્ષણ: રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા સ્કાઉટ-ગાઈડ અને રોવર-રેન્જર્સનું ભવ્ય સન્માન

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા હિંમતનગર સ્થિત નલીનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર તથા અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સ્કાઉટ, ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓના સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ તથા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંહ સાંધુની ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે સાબરકાંઠાના  જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અને જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર અને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સ્કાઉટ, ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા બેઝ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ માત્ર સહપાઠ્ય પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સેવાભાવ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક અને રાષ્ટ્રપ્રેમ જેવા જીવનમૂલ્યોનું ઘડતર કરતી અસરકારક ચળવળ છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજસેવામાં સતત સક્રિય રહી જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપી હતી.

સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન  રાજુભાઈ પટેલ, જલારામ ટ્રસ્ટના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદીપભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ  સવજીભાઈ ભાટી, ઉદ્યોગપતિ  તુષાર રાવલ, ભારત સ્કાઉટ-ગાઈડ સંઘના ઉપપ્રમુખ ચૈતન્ય ભટ્ટ, ઉપપ્રમુખ  નિમેષ ત્રિવેદી, આચાર્યઓ, સ્કાઉટ-ગાઈડના હોદ્દેદારો, સભ્યો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર