રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં અર્બન હાટનો વિરોધ: ભાજપ કાર્યકરો અને સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા

ડીસામાં અર્બન હાટનો વિરોધ: ભાજપ કાર્યકરો અને સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા

ડીસા શહેરના ઐતિહાસિક હવાઈ પિલ્લર મેદાનમાં બની રહેલા અર્બન હાટની દીવાલના નિર્માણને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ૧૮ મીટરના જાહેર રસ્તાની બિલકુલ વચ્ચે આ દીવાલનું કામકાજ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક અને અવરજવરની મોટી સમસ્યા સર્જાવાની ભીતિ સાથે સ્થાનિકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. આજે શનિવારે આ વિરોધે ધાર્મિક સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં લોકોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

​હવાઈ પિલ્લર મેદાન ખાતે એકઠા થયેલા સ્થાનિક નાગરિકોએ ચાલુ કામ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ ઊભો કરી, સત્તાધીશો અને વહીવટી તંત્રને સદબુદ્ધિ મળે તે માટે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં આશ્ચર્યજનક રીતે ડીસા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને લોકોની માંગને સમર્થન આપ્યું હતું.​સ્થાનિકોના જણાવ્યા અનુસાર ૧૮ મીટરના રસ્તાની અધવચ્ચે દીવાલ ચણી દેવાથી ભવિષ્યમાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જશે. તંત્રએ વિકાસ જરૂર કરવો જોઈએ, પરંતુ આયોજનપૂર્વક. અમારી માંગ છે કે અર્બન હાટ માટેની આ જગ્યા તાત્કાલિક બદલવામાં આવે જેથી જાહેર રસ્તો ખુલ્લો રહી શકે.

​હાલ પૂરતું સ્થાનિકો અને અગ્રણીઓના આક્રોશને જોતા સ્થળ પર કામગીરી અટકાવી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શાસકો અને તંત્ર જનતાની આ વાજબી માંગણી સ્વીકારીને અર્બન હાટની જગ્યા બદલે છે કે પછી વિવાદ વધુ વકરે છે ? તે જોવું રહ્યું.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર