રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી6 ઑક્ટોબર, 2026| Super Admin

ઇલેક્શન કમિશન સામે વિરોધ: ઇડરમાં કોંગ્રેસની 'લોકશાહી બચાવો સપ્તાહ' રેલી અને આવેદનપત્ર અપાયું

ઇલેક્શન કમિશન સામે વિરોધ: ઇડરમાં કોંગ્રેસની 'લોકશાહી બચાવો સપ્તાહ' રેલી અને આવેદનપત્ર અપાયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા "લોકશાહી બચાવો સપ્તાહ" અંતર્ગત સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા આચરવામાં આવેલી કથિત 'વોટ ચોરી' અને તેના કારણે દેશના ૧૩ કરોડ નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાના વિરોધમાં આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.  

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં આરામગૃહ ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ "મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપો" ના નારાઓ અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે આ રેલી તિરંગા સર્કલ થઈને સીધી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. કોંગ્રેસના અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે વોટનો અધિકાર એ દેશના નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, જેને છીનવવાનો કોઈને હક નથી. આ ગંભીર બાબતે રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોંચાડવા અને યોગ્ય ન્યાય મેળવવા માટે ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.  

આ રોષપૂર્ણ રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ નંદુભાઈ પટેલ, શહેર પ્રમુખ જીતુભાઈ પંચાલ, પ્રભારી અશોકભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ, અશોકભાઈ પટેલ (માજી પ્રમુખ), મુકેશભાઈ પરમાર, ઇસ્માઈલભાઈ સહિત તાલુકા પંચાયતના માજી પ્રમુખો, સદસ્યો, વિરોધ પક્ષના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર