પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે સરસ્વતી તાલુકાના ખલીપુર નજીકની બાવળની ઝાડીઓમાં રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લામાં પ્રોહિ-જુગાર ડ્રાઈવ દરમ્યાન પાટણ જિલ્લામાંથી પ્રોહી - જુગાર લગતની ગે.કા પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી I/C પીઆઈ જે.જી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે સુજનીપુર ગામની પાછળના ભાગે ખલીપુર તરફ જતા રોડની બાજુમાં ખોડીયાર માતાના મંદીર તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલ પડતર જગ્યામાં બાવળોની ઝાડીઓમાં રેડ કરતાં આરોપી મોડુજી દલપતજી દરઘુજી ઠાકોર રહે.અઘાર, માઢપાટી તા.સરસ્વતી જિ.પાટણ તથા દિલીપજી ગોવિંદજી ઠાકોર રહે.અઘાર તા.સરસ્વતી જિ.પાટણવાળાઓ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ - બીયરની અલગ અલગ માર્કાની પેટીઓ નંગ-71 બોટલો નંગ-2496 કિ.રૂ.5,01,900તથા મારૂતી કંપનીની સ્વીફટ ગાડી કિ.રૂ.4 લાખ તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.10000 મળી કુલ કિ.રૂ.911900૯ ના મુદ્દામાલ સાથે આરોપી મોડુજી દલપતજી દરઘુજી ઠાકોરને ઝડપી લીધો હતો. જયારે દિલીપજી ગોવિંદજી ઠાકોર રહે.અઘાર તા.સરસ્વતી જિ.પાટણવાળો રેડ દરમ્યાન નાશી છુટતા એલસીબી ટીમે મુદામાલ સાથે ઝડપાયેલ બુટલેગરને સરસ્વતી પોલીસને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





