રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ઑક્ટોબર, 2026| Super Admin

વાસણામાં 66 KV સબ સ્ટેશન હોવા છતાં વીજ સમસ્યા યથાવત: સ્થાનિકોમાં રોષ

વાસણામાં 66 KV સબ સ્ટેશન હોવા છતાં વીજ સમસ્યા યથાવત: સ્થાનિકોમાં રોષ

સુધા અને જાલોઢા ફીડર જોડવાની માંગ સાથે ગ્રામજનોમાં રોષ, સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા (વાતમ) ગામે ઓછા વોલ્ટેજ અને વારંવાર વીજ ફોલ્ટની સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારની લાંબા સમયથી ચાલી આવતી વીજ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા વાસણા ખાતે 66 KV સબ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું હતું. સબ સ્ટેશન શરૂ થયાને બે-ત્રણ મહિના થવા આવ્યા હોવા છતાં સુધા અને જાલોઢા ફીડરને તેની સાથે જોડવામાં આવ્યા નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, સુધા ફીડર હાલ વાતમ ફીડર પરથી લાંબી વીજ લાઈન મારફતે સંચાલિત થાય છે. લાંબી લાઈનના કારણે ખાસ કરીને ચોમાસા દરમિયાન વારંવાર ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાય છે. સાંજના સમયે વીજળી બંધ થવાથી ઘરવપરાશના કામકાજ ઉપરાંત બાળકોના અભ્યાસ અને ખેડૂતોના ખેતીકામને પણ અસર થઈ રહી છે. ઓછા વોલ્ટેજની સમસ્યાના કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ અંગે ગ્રામજનો દ્વારા લાખણી વિદ્યુત તંત્ર સમક્ષ વારંવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. 66 KV સબ સ્ટેશન કાર્યરત હોવા છતાં નજીકના ફીડરોને તેની સાથે જોડવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે ગ્રામજનો સ્પષ્ટતા અને તાત્કાલિક કાર્યવાહી ઈચ્છી રહ્યા છે.

ગ્રામજનોની મુખ્ય માંગ છે કે વાસણા 66 KV સબ સ્ટેશનમાંથી સુધા અને જાલોઢા ફીડરને તાત્કાલિક જોડવામાં આવે, જેથી વીજ લાઈનનો ભાર ઘટે અને વારંવાર સર્જાતા ફોલ્ટ તથા ઓછા વોલ્ટેજની સમસ્યામાંથી રાહત મળે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર