રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી

મડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી

આઠ વર્ષ જૂના રોડ પર ઠેર-ઠેર ખાડા રાજ, તૂટેલી સાઈડથી અકસ્માતનો ભય; 

ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ

વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના મડાલથી ટરૂવા અને લાલપુરને જોડતો આશરે આઠ વર્ષ જૂનો રોડ હાલ અત્યંત જર્જરિત બની ગયો છે. રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે તેમજ બંને બાજુની સાઈડો પણ તૂટી જતાં સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે.તેથી રોડનું તાત્કાલિક સમારકામ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો અવરજવર કરે છે. વરસાદી પાણીથી ખાડા પાણીમાં ઢંકાઈ જતાં વાહન ચાલકોને તેની જાણ રહેતી નથી. અને વાહનો સીધા ખાડામાં ખાબકે છે. રોડની બંને બાજુની સાઈડો તૂટી જવાથી સામેથી આવતા વાહનોને સાઈડ આપવી પણ મુશ્કેલ બની ગઈ છે. પરિણામે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. તેમજ વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી રોડના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસામાં આ રોડ વધુ જોખમી બન્યો હોવાથી ગ્રામજનોએ વહીવટી તંત્રને જનહિતમાં તાત્કાલિક સમારકામ શરૂ કરવાની માંગ કરી છે. જો વહેલી તકે કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર