રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ10 ઑગસ્ટ, 2026| Super Admin

સિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

સિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂની બોટલ નંગ-૧૫,૪૮૬ મળી કુલ રૂ.૧,૪૬,૪૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી 

પાટણ એલસીબી પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે જિલ્લાના સિધ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઇ રહેલ ટ્રકને ઉભી રખાવી તલાસી લેતા જિલ્લા માથી સૌ પ્રથમ વાર એક કરોડથી ઉપરના વિદેશી દારૂ નો જથ્થો મળી આવતાં ટીમે મુદામાલ સાથે એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુરના પરીક્ષિતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓ દ્રારા જીલ્લામાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સિધ્ધપુર  પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીની ટ્રક ગાડી નં.-GJ-15-AV-7399 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદામાલ ભરીને પાલનપુર તરફથી આવી મહેસાણા તરફ જનાર છે.

 જે હકીકત આધારે ટીમે પ્રોહી વોચ ગોઠવી માગૅ પરથી પસાર થઇ રહેલ બાતમી વાળી ટાટા કંપનીની ટ્રક પસાર થતાં તેની તલાસી લેતા ટ્રક માંથી ગે.કા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટી વિદેશી દારુની બોટલ નં.૧૫,૪૮૬ કિ.રૂ.૧,૩૧,૩૫,૨૦૦ મળી આવતા ટીમે ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૪૬,૪૫,૨૦૦  ના પ્રોહી મુદ્દામાલ સાથે અચલારામ આસુરામ સિયાગ(જાટ) રહે આરવ તા.ચીતલવણા જી.ઝાલોરને પકડી પાડી તેના વિરુધ્ધ સિધ્ધપુર પો.સ્ટે.ખાતે પ્રોહી. એક્ટ મુજબ ગુનો રજી.કરાવી ગુનામાં સંડોવાયેલા મહેશ બિશ્નોઇ રહે.સાંચોર (મુદામાલ ભરાવનાર) અને અમદાવાદ ખાતે મુદ્દામાલ મંગાવનાર અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર