ત્રણ સવારી વાહન, બ્લેક ફિલ્મ વાળા વાહનો સહિત લાયસન્સ વગર ના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ ઉપર સર્જાતિ ટ્રાફિકની સમસ્યા અને પુરપાટ અને ગફલતભરી રીતે વાહનો હંકારી કાયદાનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો ને નશિયત કરવા શનિવારે શહેરના બગવાડા દરવાજા ખાતે બી ડિવિઝન પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા ત્રણ સવારી ટુ-વ્હીલર ચાલકો, નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર ચાલકો,લાયસન્સ વગર હકાર કરતા વાહન ચાલકો, બ્લેક ફિલ્મ વાળી ફોરવીલર વાહનો, તેમજ પૂરપાટ અને ગફલત ભરી રીતે વાહનો હકારતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ બી.ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક ડ્રાઇવની કામગીરી દરમિયાન અનેક વાહનોને સ્થળ પર મેમો આપવાની સાથે સ્થળ પર દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પાટણમાં પોલીસ એક્શન મોડમાં: ટ્રાફિક સમસ્યા નિવારવા બગવાડા દરવાજા પાસે ડ્રાઇવ યોજાઈ

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
3 દિવસ પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
4 દિવસ પહેલા
