રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ23 જુલાઈ, 2025| Super Admin

પાટણ હેમ.ઉ.ગુ.યુનિ.માં બનાવટી ડિગ્રી કૌભાંડના પદૉફાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ હેમ.ઉ.ગુ.યુનિ.માં બનાવટી ડિગ્રી કૌભાંડના પદૉફાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
ડુપ્લિકેટ ડીગ્રી રજૂ કરનાર વિધાર્થીની અને ડીગ્રી આપનાર બરોડા કોલેજના સંચાલક સામે તપાસ હાથ ધરાઈ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવટી ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ન હોવા છતાં, બરોડાની 'પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ' નામની કોલેજ દ્વારા અપાયેલી બનાવટી ડિગ્રી અને ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવા બદલ એક વિદ્યાર્થીની અને કોલેજના સંચાલક સામે પાટણ યુનિવર્સિટી પરીક્ષા નિયામક દ્વારા પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, નવસારીની રહેવાસી નેરીયા અકબરઅલી વિરાણીએ વડોદરાની 'પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ'ના તેજસ મજમુદાર પાસેથી બનાવટી ડિગ્રી મેળવી હતી. આ ડિગ્રી ખોટી હોવાનું જાણવા છતાં, તેણે વિદેશ જવા માટે જરૂરી 'WES' (World EducationServices) કરાવવા માટે પાટણ યુનિવર્સિટી ખાતે તેનો ઉપયોગ કર્યો હતો. જે બનાવટી દસ્તાવેજોનો ખુલાસો ગઈ તા.13 જુન 2025 ના રોજ બપોરના સુમારે વિરાણી નેરીયા અકબરઅલી નામની વિધાર્થીની યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર (સિંગલવિન્ડો) પર WES કરાવવા માટે તેના અભ્યાસના આધાર-પુરાવા સાથે આવી હતી. વિદ્યાર્થીનીએ રજૂ કરેલા 'પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ', બરોડા, ના સર્ટીફિકેટ્સની ખરાઈ કરતા, પરીક્ષા નિયામકને જાણવા મળ્યું કે આ કોલેજ હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન નથી. વધુ તપાસ કરતા, વિદ્યાર્થીનીની B.B.A (માચૅ-2011) અને M.B.A (2015) ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાન્સક્રિપ્ટ ખોટી હોવાનું જણાયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, વિદેશ જવા માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રાન્સક્રિપ્ટમાં પાટણ યુનિવર્સિટીના પૂર્વ અને દિવંગત રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ.પટેલના હસ્તાક્ષર હતા. નોંધનીય છે કે ડૉ. ડી.એમ.પટેલનું અવસાન 2022 માં થયું હતું, જ્યારે ટ્રાન્સક્રિપ્ટ પરની તારીખ 09/10/2024 દર્શાવવામાં આવી હતી. આના પરથી સ્પષ્ટ થયું કે દસ્તાવેજ બનાવટી હતો. આ બાબતે પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીની વિરાણી નેરીયા અકબર અલીએ કબૂલ્યું કે તેણે 'પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ'માંથી ઓનલાઈન ડિગ્રી મેળવી હતી અને કોલેજના તેજસ મજમુદારે તેને આ ડિગ્રી સર્ટિફિકેટ આપ્યા હતા. આ મામલે પોલીસે નેરીયા અકબરઅલી વિરાણી (નવસારી) અને તેજસ મજમુદાર સામે બી.એન.એસ.કલમ 336(2)/336(3) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર