રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના રામસણમાં ખેતરમાં વાડ કરવા બાબતે મારામારી કરતાં ચાર સામે પોલીસ ફરિયાદ

ડીસાના રામસણમાં ખેતરમાં વાડ કરવા બાબતે મારામારી કરતાં ચાર સામે પોલીસ ફરિયાદ

ડીસા તાલુકાના રામસણ ગામે ખેતરના રસ્તે વાડ કરવા બાબતે થયેલી તકરારમાં ચાર વ્યક્તિઓએ એક પરિવાર પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર યુવકે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રામસણ ગામના મહેન્દ્રજી અજમલજી ઠાકોર તા. 04/07/2026 ના રોજ પોતાના ઘરની બાજુમાં આવેલા ખેતરની સીમમાં વાડનું કામ કરી રહ્યા હતા. તે સમયે ગામના જ રમેશજી બિજોલજી ઠાકોર, ધનજીજી વેરસીજી ઠાકોર, પારસજી વેરસીજી ઠાકોર અને ભુરીબેન રમેશજી ઠાકોર ત્યાં આવી પહોંચ્યા હતા અને વાડ કરવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો.

ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને બિભત્સ ગાળો બોલી હતી. ત્યારબાદ ધનજીજીએ ફરિયાદી મહેન્દ્રજીના માથાના પાછલા ભાગે ધોકા વડે હુમલો કર્યો હતો. ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદીના પિતા અજમલજીને રમેશજીએ લાકડી વડે ડાબા હાથના બાવડા પર મારી ઈજા પહોંચાડી હતી, જ્યારે માતા સોભાબેન અને ફરિયાદીને પણ ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો.

હુમલા બાદ આરોપીઓ ત્યાંથી જતા-જતા ફરીવાર આ રસ્તા પર વાડ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોએ 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચી સારવાર લીધી હતી. અને ત્યારબાદ ડીસા પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર