રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં છેડતીખોરને પોક્સો કોર્ટે પાઠ ભણાવ્યો, ૩ વર્ષની જેલ અને દંડ ફટકાર્યો

પાટણમાં છેડતીખોરને પોક્સો કોર્ટે પાઠ ભણાવ્યો, ૩ વર્ષની જેલ અને દંડ ફટકાર્યો

પાટણની સ્પેશિયલ પોક્સો અદાલતે સગીર બાળાનો પીછો કરી છેડતી કરવા અને ધમકી આપવાના ગુનામાં ચાણસ્માના જીગરકુમાર સોલંકીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને 2500નો દંડ પણ કર્યો છે. આ ચુકાદો પાટણ જિલ્લાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ કે. જે. મોદીએ આપ્યો હતો.કોર્ટે ભોગ બનનાર સગીરાના પુનર્વસન માટે 50,000નું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ, ચાણસ્માના ઇન્દિરાનગર સોસાયટી (વણકરવાસ)માં રહેતો 25 વર્ષીય આરોપી જીગરકુમાર જીતેન્દ્રભાઈ હરીભાઈ સોલંકી જે મજૂરી કામ કરે છે, તે છેલ્લા એકાદ મહિનાથી સગીર બાળાને સ્કૂલે જતી વખતે રસ્તામાં રોકી, બિભત્સ ઇશારા કરીને માનસિક રીતે હેરાન કરતો હતો.શરૂઆતમાં ગભરાયેલી બાળાએ કોઈને વાત કરી ન હતી, પરંતુ આરોપીનો ત્રાસ સતત વધતો ગયો.ત્યારબાદ તા. 23 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે જ્યારે સગીરા બજારમાં શાકભાજી લેવા નીકળી, ત્યારે આરોપી જીગરે શેરીમાં તેનો રસ્તો રોક્યો હતો. આરોપીએ સગીરાનો હાથ પકડીને જાહેર રસ્તા પર જ બિભત્સ ઇશારા કર્યા હતા અને તેની સાથે આવવા દબાણ કરીને રૂ. 200 આપવાની લાલચ આપી હતી.

આ ઘટનાથી સગીરા ભારે ગભરાઈને રડતી રડતી ઘરે પહોંચી અને પોતાની માતા તથા મોટી બહેનને સમગ્ર હકીકત જણાવી. જ્યારે સગીરાની માતા અને બહેન આરોપીને ઠપકો આપવા ગયા, ત્યારે જીગરે તેમને ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.આથી પીડિત પરિવારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી. પોલીસે સગીરાની જન્મ તારીખની ખરાઈ કરી સ્કૂલના દસ્તાવેજો મેળવ્યા, જેમાં બનાવ વખતે બાળાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું સાબિત થયું.અદાલતમાં સ્પેશિયલ પોક્સો કેસની ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ એ.પી.પી. જે.જે. બારોટે ધારદાર દલીલો કરી હતી અને ભોગ બનનાર બાળા, તેની માતા, મોટી બહેન અને શાળાના આચાર્ય સહિતના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.પાટણની અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ, સ્પેશિયલ જજે આરોપી જીગર સોલંકીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ-12 હેઠળ ઉપરોક્ત આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#POCSO Court

સંબંધિત સમાચાર