રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં સગીરાને છરી બતાવી છેડતી કરી ધમકી આપનાર આરોપી સામે પોક્સોનો ગુનો દાખલ

પાટણમાં સગીરાને છરી બતાવી છેડતી કરી ધમકી આપનાર આરોપી સામે પોક્સોનો ગુનો દાખલ

છેલ્લા બે વર્ષથી યુવક સગીરાને હેરાન કરતો હોવાનુ ફરિયાદમા જણાવ્યું

પાટણ શહેરમાં એક સગીરાની છેડતી અને ધમકી આપવાના કેસમાં વારિસ મનુભાઈ ભીલ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી છેલ્લા બે વર્ષથી સગીરાનો પીછો કરી હેરાન કરતો હતો. આ મામલે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત તા. 23 જૂન, 2026 ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના સુમારે, પાટણના સુદામા ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે 17 વર્ષીય સગીરા ઊભી હતી. તે સમયે વારિસ ભીલ ત્યાં આવ્યો હતો અને સગીરાનો હાથ પકડી તેને લાફા માર્યા હતા.આ ઘટના બાદ સગીરાએ ઘરે જઈને તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.સગીરાએ જણાવ્યું કે વારિસ ભીલ છેલ્લા બે વર્ષથી તેનો પીછો કરી હેરાન કરતો હતો. અગાઉ તેણે સગીરાને છરી બતાવીને ધમકી આપી હતી કે જો તે ફોન પર વાત નહીં કરે તો તેને અને તેના નાના ભાઈને જાનથી મારી નાખશે. આ ડરથી સગીરા તેની સાથે ફોન પર વાત કરતી હતી. મુલાકાતો દરમિયાન આરોપી સગીરાના શરીર પર અયોગ્ય રીતે હાથ ફેરવી શારીરિક અડપલાં પણ કરતો હતો.

આ બાબતની જાણ થતાં સગીરાના માતા-પિતાએ શરૂઆતમાં વારિસ ભીલના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમના પરિવારે જણાવ્યું કે યુવક તેમના કહ્યામાં નથી. ત્યારબાદ ભીલ સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી,પરંતુ આરોપીએ સગીરાને હેરાન કરવાનું બંધ ન કરતા, આખરે પરિવારે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. સગીરાની માતાની ફરિયાદ ના આધારે, પોલીસે વારિસ મનુભાઈ ભીલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર