રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણનું શાકભાજી બજાર ગરમ ગતવર્ષ કરતાં ચાલુ સાલે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો

પાટણનું શાકભાજી બજાર ગરમ ગતવર્ષ કરતાં ચાલુ સાલે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો

પાટણમાં રાંધણ છઠ્ઠના તહેવાર નિમિત્તે શાકભાજી બજારમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત જોવા મળી હતી. આ વર્ષે શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી શાકભાજી આજે ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ હતી. વિવિધ શાકભાજીના ભાવની વાત કરીએ તો અડબીના પાન ૮૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. મેથી ૮૦ રૂપિયે કિલો અને કોથમીર ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ હતી તો મરચાં ૬૦ રૂપિયે કિલો જયારે કંકોડાના ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. અગાઉ ૧૦૦ થી ૧૧૦ રૂપિયે કિલો મળતા કંકોડા રાધણછઠ્ઠ ના દિવસે ૧૬૦ થી ૧૮૦ રૂપિયે કિલોનો ભાવ રહ્યો હતો. પાટણ નગરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે. શ્રાવણ ના કૃષ્ણ પક્ષમાં નાગપાંચમ થી પાંચ સંપુટનાં પર્વો ઉજવાય છે. શિતળા સાતમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દરેક પરિવાર ઠંડું ભોજન આરોગે છે. તહેવારની ખરીદીથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર